• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં 1200 થી વધુ દર્દીઓએ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો

વેરાવળમાં 1200 થી વધુ દર્દીઓએ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાઆહિર અગ્રણી સ્વ.ગોવિંદભાઇ વેજાણંદભાઇ સોલંકીના સ્મરણાર્થે વેરાવળ બાયપાસ ખાતે ગત તા.24ના રોજ યોજાયેલા વિના મુલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં સંસ્થાના પ્રમુખ ડો.રામભાઇ સોલંકી, માજી ધારાસભ્ય જોટવા, ભગવાનભાઇ બારડ, ડો.જી.ડી. જીલડીયા, હમીરભાઇ બારડ, મેરામણભાઇ સોલંકી, અમુભાઇ સોલંકી, વેજાભાઇ વાળા, હીરાભાઇ જોટવા, સરમણભાઇ સોલંકી, હમીરભાઇ વાળા, રાજકોટના ભીમસીભાઇ સોલંકી, ભીમસીભાઇ બારડ સહિત ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને મહાનુભાવો હાજર રહ્યાં હતા. 1200 થી વધુ દર્દીઓએ વિના મુલ્યે નિદાનનો લાભ લીધેલ હતો. તેમજ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ કેમ્પના પ્રોજેકટ ચેરમેન હરદાસભાઇ સોલંકી અને ડો.પંપાણીયા તથા સતનામ ગૃપ અને આહિર યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...