તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પીએમનાં આગમનને લઇ પ્રાંચી રોડ બંધ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર | પ્રાંચી

વડાપ્રધાનઆવતીકાલે પ્રાંચી આવનાર હોય પ્રાંચી રોડ સવારનાં 9 થી બપોરનાં બંધ રખાયો છે અને અંબુજા જેટીનાં બાયપાસ રોડ પરથી વાહનોને ડાયવર્ટ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી ખાતે તા. ૨૯ ના આવનાર છે. તેમની સભા ગાંગેથા ગ્રામ વિસ્તારમાં બનાવવામાં આવેલા હેલીપેડથી પાણીકોઠા જવાના રસ્તે, પીખોર-ટીંબડી રોડ, માધવરાય ટ્રસ્ટની જગ્યા, પ્રાંચી ખાતે રાખવામાં આવી છે.

જે સભા સ્થળ સુધી બાય રોડ મુસાફરી કરનાર હોય, તેમજ જાહેર સભાને સંબોધનાર હોય, જાહેર સભામા કોડીનાર તરફથી તેમજ વેરાવળ તરફથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થનાર હોવાથી ગીર-સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. આર. મોદીને મળેલ સત્તાની રૂએ ટ્રાફિક ડાયવર્ટ કરવો જરૂરી હોય, કોડીનાર-અંબુજા તરફથી વેરાવળ તરફ જતા ભારે વાહનો વાયા પ્રાંચીના બદલે જેટીના બાયપાસ રોડ ઉપર ડાયવર્ટ કરી વાયા કણજોતર-ધામળેજ-લોઢવા-સુત્રાપાડા થઈ વેરાવળ તરફ પસાર થાય તે રીતે રૂટ ડાયવર્ટ માટેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

સઘન બંદોબસ્ત ગોઠવાયો

વડાપ્રધાનમોદીનાં આગમનને લઈને સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 800થી વધુ પોલીસ અધિકારી અને જવાનોનો પહેરો રહેશે. 1 આઈજીપી, 3 એસપી, 7 ડિવાયએસપી, 11 પીઆઈ, 60 પીએસઆઈ, 600 પોલીસ સહિત પેરામિલિટરીની બે કંપની તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...