• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ગીર સોમનાથમાં 9 ડિસે. ચૂંટણીના દિવસે શ્રમયોગીને સવેતન રજા રહેશે

ગીર-સોમનાથમાં 9 ડિસે. ચૂંટણીના દિવસે શ્રમયોગીને સવેતન રજા રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત પ્રક્રિયાવાળા કારખાનાનાં કર્મીઓને 4 કલાકની રજા આપવી

નાયબનિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના જણાવ્યા મુજબ 9 ડિસે.ને શનિવારના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીયોજાનાર છે. દિવસે જે તે તમામ મતવિસ્તારમાં કારખાના ધારા-1948 હેઠળના (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિધિત્વ ધારા-1951 ની કલમ 135 (બી) મુજબ કારખાના ધારા-1948 હેઠળના કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. તેમનાં પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક્ક ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર થઈ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...