• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, દરિયો ખેડવા માછીમારોને સુચના

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, દરિયો ખેડવા માછીમારોને સુચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડુ આવતીકાલે સૌરાષ્ટ્રમાં આવી પહોંચવાની દહેશત વચ્ચે સોરઠનાં દરિયાતટે તંત્ર દ્વારા હાઇએલર્ટ જારી કરાયું છે. મધદરિયે 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વેરાવળ, માંગરોળ સહિત તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દઇ દરિયો ખેડવા માછીમારોને સુચના અપાઇ છે. વાવાઝોડાની દરિયાકાંઠાનાં જિલ્લાને અસર થવાની હોય વાયરલેસ મેસેજથી તમામ વિભાગને એલર્ટ કરી તમામ તકેદારીનાં પગલા લેવામાં આવ્યા છે એમ ગીર-સોમનાથ કલેકટર અજયપ્રકાશે જણાવ્યું હતું. અલગ-અલગ વિભાગને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે પણ સુચના અપાઇ છે. ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં રહેલી તમામ બોટોને પરત બોલાવવાની કાર્યવાહી કરાઇ હતી. તમામ બંદરે બોટોનાં ખડકલા થઇ ગયા છે. હવામાન વિભાગ અને સરકાર તરફથી જાણ થતાં વેરાવળમાં ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયો છે તેમ ફિશરીઝ અધિકારી ટંડેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...