તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઢીસો વર્ષ જૂના સોમનાથ સરોવરનો કરો વિકાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-સોમનાથમાંઅઢીસો વર્ષ જુનુ પૌરાણિક સોમનાથ સરોવર આવેલુ છે ઘણા વર્ષોથી સરોવરના ઉપયોગ થઇ રહેલો હોય સાથે સરકાર તથા જવાબદાર તંત્ર અનેુ આગેવાનોની ઉપેક્ષાનાં કારણે સરોવર હાલ બદતર સ્થિતીમાં નજરે ભાસી રહ્યું છે. વાત છે વેરાવળ-સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલની પાછળ અંદાજે 15 વિઘા જેટલી વિશાળ જગ્યામાં આવેલું પૌરાણિક સોમનાથ સરોવર છે. ઇતિહાસનાં પાને સરોવર અઢીસો વર્ષ પૂર્વે રાણકદેવીનાં સમયકાળમાં નિર્માણ પામેલ હોવાનું અને સરોવર ફરતે બ્લેુક સ્ટોનના પગથીયાનાં ઘાટ છે. ગીર જંગલમાંથી શરૂ થતી અને સોમનાથ સાનિધ્યમાં પૂર્ણ થતી હિરણ નદીમાં જ્યારે પુર આવતુ ત્યારે સરોવરનાં એન્ટ્રી પોઇન્ટની કેનાલ (ચેનલ) મારફતે સરોવરમાં પાણી આવવાથી સરોવર ભરાય જતુ હોવાનું ઇતિહાસકાર પાસેથી જણવા મળેલ છે અને પુરનાં પાણીનો મોટા જથ્થાનો બગાડ થવાના બદલે અા સરોવરમાં સંગ્રહ થઇ જતુ હતું. ભુતકાળમા સરોવરના પ્રભાસતિર્થ વિસ્તારનાં લોકો ઉપયોગ કરતા હતા. પરંતુ ઘણા લાંબા સમયથી સોમનાથ સરોવરને જાળવી રાખવા કોઇ ઘણી ઘોણી હોય તેમ બદતર સ્થિતીમાં જોવા મળી રહ્યુ છે. સોમનાથ સરોવરને ભુતકાળમાં વિકસાવવા માટે ઇરીગેશન વિભાગનાં ઇજનરે નાંઢા તથા નિવૃત ડીવાયએસપી જગદિશ ઠાકરે અંગત રસ દઇ કામગીરી કરાવવામાં મદદરૂપ બનેલ હતા. ત્યારે સરકારે સરોવરને વિકસાવવા અંગે કંશુ વિચારવુ જોઇએ. સને 1999 માં સોમનાથ વિસ્તારમાં રાજ્યસભાનાં સાંસદ ગોહેલએ શહેરની એનજીઓ સાથે લોકભાગીદારી થકી સરોવરને ઉડું ઉતારવાની કામગીરી હાથ ધરેલ હતી. સરોવરની વચ્ચે આઇલેન્ડ પણ છે જેથી ક્ષાર અંકુશ પણ થઇ શકે તેમ છે. છતાં આજે સ્વપ્ન અધુરુ છે. વરસોથી સરોવરની હાલત દયનિય બની છે. ત્યારે તંત્ર અને રાજકીય પદાધિકારી દ્વારા સુધારો થાય તે જરૂરી છે.

યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથની મધ્યે આવેલ પૌરાણિક સરોવરની દયનિય હાલત

કાંકરીયા જેવું સરોવર રમણીય બની શકે છે /- રવિખખ્ખર

મીની કાંકરીયા બની શકે તેવી તકો છે

સરકારગુજરાતમાંપર્યટનક્ષેત્રે વિકાસ કરવાની વાતો કરે છે ત્યારે ઐતિહાસિક નગરી વેરાવળ-સોમનાથમાં કુદરતે છૂટે હાથે બક્ષીસ વેરી હોય તેમ ઘણી તકો અને પૌરાણિક જગ્યાઓ છે ત્યારે જો સરકાર સોમનાથ સરોવરના જીણોદ્ધાર સાથે વિકાસની કામગીરી હાથ ધરે તો સોમનાથ સાનિધ્યે એક નવુ ફરવાલાયક પર્યટન સ્થળ પ્રાપ્ત થવાની સાથે મીની કાંકરીયા બની શકે તેમ છે સરોવરની આજુબાજુમાં ગાર્ડન, બોટીંગ સહિતની સુવીધા પણ ઉભી કરી શકાય તેવી તક પણ છે.

સરકારે એકસપર્ટએન્જિનીયરો મારફત સોમનાથ સરોવરને વિકસાવવા માટેનું આયોજન ઘડી કામગીરી હાથ ધરવી જોઇએ. તેમજ હાલની સ્થિતીમાં સરોવર પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે હિરણ નદીનું પાણી સરોવરમાં જે ચેનલ મારફત આવી શકે તેમ છે ત્યારે ચેનલ પરનાં દબાણો દૂર કરી નાંખે તો નદીનું પાણી પણ સરોવરમાં પુરતા પ્રમાણમાં લાવી સરોવરને ભરી શકાય છે. તેમજ સરોવરને વિકસાવવામાં આવે તો શહેરીજનો સાથે કરોડો યાત્રિકોને ફરવાનું એક સ્થળ પ્રાપ્ત થવાની સાથે તેનો જશ સરકારને મળી શકવાની સાથે સ્થાનિક ટુરીઝમ ઉદ્યોગને પણ વેગ મળી શકે તેમ છે.

સરોવરને વિકસાવવાથી પર્યટનક્ષેત્રે વધારો થઇ શકે તેમ છે

અન્ય સમાચારો પણ છે...