• Gujarati News
  • વેરાવળ પાટણની ખુલ્લી ગટરો મોત સમાન

વેરાવળ-પાટણની ખુલ્લી ગટરો મોત સમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાનાં વડામથક વેરાવળ-પ્રભાસપાટણ (સોમનાથ) જોડીયા શહેરનો કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી બનાવવા માટેનાં શહેરોમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારે શહેરમાં સાડા દાયકાથી અમલમાં રહેલ નગરપાલિકા તંત્ર આજે પણ શહેરીજનોને જરૂરી એવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં અસમર્થ હોવાની સાથે બેદરકારી દાખવી રહ્યું છે અને તેનો સ્પષ્ટ દાખલો જોડીયા શહેરનાં મોટાભાગનાં વિસ્તારો તથા મુખ્ય રસ્તાઓની લગોલગ આવેલી મુખ્ય ગટરની લાઇનો આજે પણ મોતને આમંત્રણ આપી રહી હોય તેમ ખૂલ્લી છે અને અા ગટરની લાઇનોનાં કારણે શહેરીજનોનાં આરોગ્યને મોટાપ્રમાણમાં નુકશાન થઇ રહ્યું હોવાની સાથે જાનહાનીનાં અકસ્માતો પણ થઇ રહ્યા છે છતાં નિંભર નગરપાલિકા તંત્ર ભરનિદ્રમાં પોઢ્યું હોય તેમ આજે પણ આવી ગટરલાઇનોને ઢાંકવા માટે કોઇ કામગીરી કરવામાં આવી રહેલ નથી.

વેરાવળ-પાટણ જોડીયા શહેરની વસતી અને વ્યાપ વધ્યો છે ત્યારે પાણી, ગટર, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પાલિકા તંત્ર પુરી કરી શક્યું નથી અને પાલિકા દ્વારા કરવામાં આવેલ કામો કેટલી હદે બેજવાબદારી સાથે અણધડ રીતે થયા છે કે અમસ્માતો સાથે મોતને આમંત્રણ આપી રહી હોય તેવી મસમોટી ઉંડી ગટરોની લાઇન ખૂલ્લી પડી છે અને તેને ઢાંકવા અંગેની તકેદારી તંત્રની હોય તેવો વર્તાવ થઇ રહ્યો હોવાનું દેખાય રહેલ છે. જેમાં શહેરની મોટી શાકમાર્કેટ, બ્રહ્મકુંડ મંદિર સામે, લાબેલાની બાજુમાં, સકંજાનાં ડેલા વિસ્તારમાં, સોમનાથ ટોકીઝ વિસ્તાર સાથે પ્રભાસપાટણનાં અનેક વિસ્તારોમાં ખૂલ્લી સાથે ભયંકર દુર્ગધ મારી રહી તેને ઢાંકવાની પણ તકેદારી લેત શહેરીજનોમાં પાલિકા સત્તાધિશો સામે રોષની લાગણી જન્મી છે અને ત્વરિત ગટરોને ઢાંકવા પગલા લેવા માંગ કરી છે.

બ્રહ્મકુંડ મંદિર સામે, મોટી શાકમાર્કેટ પાસે, લાબેલાની બાજુમાં, સકંજાના ડેલા વિસ્તારમાં, સોમનાથ ટોકીઝ વિસ્તાર અને પ્રભાસ પાટણની ખૂલી ગટરોને ઢાંકવાની દરકાર નગર પાલિકા દ્વારા લેવાતી નથી /- તસ્વીર: રવિ ખખ્ખર

42 નગરસેવકો મૌન

ગટરોમાંવાહનો,રીક્ષાઓ સાથે લોકો પણ ખાબક્યા છે અને ઘણા કિસ્સામાં તો લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે છતાં તંત્ર જાગ્યુ નથી. મોટાભાગનાં લોકો આવી ખૂલ્લી ગટરોનાં કારણે ફેલાતા પ્રદુષણનાં કારણે બીમાર પડી રહ્યા છે. પાલિકાનાં 42 નગરસેવકો માનૈ બેસી પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા હોવાની શહેરીજનોમાં ટીકાપાત્ર બન્યા છે.

ઉચ્ચઅધિકારીઓ રસ લેશે ?

ગીર-સોમનાથજિલ્લાનીરચના થયાને દોઢ વર્ષ થઇ છે તથા જિલ્લા વડામથક વેરાવળમાં સરકારનાં ઉચ્ચ અધિકારીઓ બેસ્યા છે. પરંતુ દુવિધા ધટવાના બદલે વધી છે.