• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં વગદાર બિલ્ડરનાં ગેરકાયદે બાંઘકામ સામે પાલિકા તંત્ર ઘુંટણીયે

વેરાવળમાં વગદાર બિલ્ડરનાં ગેરકાયદે બાંઘકામ સામે પાલિકા તંત્ર ઘુંટણીયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળશહેરમાં ચારચોક વિસ્તારમાં સીટી હાઇટ ડેવલોપર્સ પેઢીના સોયેબ વિન્સર સહિતના બિલ્ડરો દ્વારા કોર્મશીયલ કમ રેસીડન્સીયલ બહુમાળી ઇમારતનું બાંઘકામ ચાલુ કરેલ જે બાંઘકામ નિયમ વિરુઘ્ઘ હોવાથી પાલિકા દ્રારા બાંઘકામની પરવાનગી આપવામાં આવેલ હતી. આમ છતા બિલ્ડર દ્વારા પૈસાના જોરે બાંઘકામ ચાલુ રાખતા તંત્રએ લેખિત-મૌખિક નોટીસો આપેલ હોવા છતા તેનો ઉલાળીયો કરતા ચીફ ઓફીસર દ્વારા ગત તા.૯-૧-૨૦૧પના બાંઘકામને સીલ લગાવી રોજકામ કરેલ પરંતુ પાલીકાની બાંઘકામ શાખાના ભ્રષ્ટ અઘિકારીઓને પ્રસાદી જમાડી બિલ્ડર દ્વારા સીલ તોડી નાંખી બાંઘકામ પુન: ચાલુ કરી દેવાયેલ હતુ. ત્યારબાદ પાલીકા તંત્રને ઘ્યાને આવતા તાજેતરમાં ગત તા.૩૦-૧૧-૨૦૧૬ના બાંઘકામ પર ફરી રોજકામ કરવામાં આવેલ જેમાં પાલિકા દ્વારા લગાવાયેલ સીલ ને તોડી નાંખ્યાનું સામે આવતા અંગે જિલ્લા કલેકટરને રીપોર્ટ કરવામાં આવેલ હતો.

રાજકીય વગ અને પ્રસાદીના જોરે બિલ્ડરો દ્રારા ગેરકાયદે બાંઘકામો ખડકી દેવામાં આવે છે જેની સામે જવાબદાર પાલિકા તંત્ર દ્રારા આંખ આડા કાન કરતા હોવાના પુરાવારુપ કીસ્સામાં પાલિકા તંત્ર દ્રારા લગાવવામાં આવેલ સીલ બિલ્ડર દ્રારા તોડી દાદાગીરીથી બાંઘકામ કરેલ હોવાનું સામે આવવા છતા બિલ્ડર સામે ફોજદારી ફરીયાદ નોંઘાવામાં આવી નથી. બાબતે પાલિકાના બાંઘકામ શાખાના મ્યુની. એન્જીનીયર ડેડાણીયાના જણાવ્યા મુજબ બિલ્ડર સામે ફરીયાદ નોંઘાવવા વકીલની સલાહ લેવી પડે તો ચીફ ઓફીસર મનોજ સોલંકી દ્રારા ગેરકાયદે બાંઘકામ સામે કાર્યવાહી માટે ટીપી કમીટી નિર્ણય કરે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી જવાબદાર તંત્ર યેનકેન પ્રકારે ગેરકાયદે બાંઘકામ કરનાર બિલ્ડરને છાવરવા માંગતુ હોય તેવુ સ્પષ્ટ જણાય આવે છે.

કાર્યવાહી થશે.? . તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...