તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • 2012 માં નલીયા પાસે સીમેન્ટ કંપનીનાં કર્મીઓને લઇ જતી જીપને ટ્રકે હડફેટે લેતાં 12નાં મોત થયા હતા

2012 માં નલીયા પાસે સીમેન્ટ કંપનીનાં કર્મીઓને લઇ જતી જીપને ટ્રકે હડફેટે લેતાં 12નાં મોત થયા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2012માં નલીયા પાસે એબીસી સીમેન્ટ કંપનીનાં કર્મચારીઓને લઇ જતી જીપને ટ્રકે હડફેટે લેતાં 12 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં સુત્રાપાડાનાં રહીશ ભગવાનભાઇ પરબતભાઇ બારડનું પણ મૃત્યુ થયું હતું. આથી તેમના વારસોએ વેરાવળ કોર્ટમાં અકસ્માતનાં વળતર માટે પોતાનાં વકીલો જયંત કે. ગગલાણી, આઇ. એ. શમા અને એમ. જે. મકવાણા મારફત અરજી કરી હતી. જેનો કેસ વેરાવળનાં જજ રાવલની કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે ભગવાનભાઇનાં વારસોને રૂ. 1,04,06,800, મૃતક મુકેશનાં વારસોને રૂ. 26,50,000 અને કિશોરનાં વારસોને રૂ. 24,70,000 ચૂકવવા હુકમ કર્યો હતો. ગિર-સોમનાથ જિલ્લાનાં ઇતિહાસમાં અકસ્માતના કેસમાં મૃતકોને અત્યાર સુધીમાં સૌથી મોટી રકમનું વળતર ચૂકવાયું છે.

અન્ય સમાચારો પણ છે...