તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલાટીની પરીક્ષાનું પેપર ફુટયું, હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજય ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે લેવાયેલી રેવન્યુ તલાટીની જગ્યાઓ ભરવા માટેની પરીક્ષામાં ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળના કે.વી.સવનીયા કોલેજ નામના કેન્દ્રમાં પેપર ફુટયાની, એક બ્લોકમાં પ્રશ્નપત્રના કવરનું સરકારી સીલ તુટેલું હોવાનું તેમાં એક પ્રશ્નપત્ર ગાયબ હોવાની સાથે બ્લોકનો એક પરીક્ષાર્થી ગેરહાજર હોવાની ઘટના બહાર આવતા પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર રોષ સાથે પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવેલ હતો. ઘટનાના પગલે નાયબ કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓના ધાડા કેન્દ્ર પર દોડી આવ્યા હતા. હાલ, ઘટનામાં પ્રશ્નપત્ર કયાં ગાયબ થયું છે અને કોણે ગાયબ કર્યુ છે તે અંગેની તપાસ ચાલી રહી છે. જેમાં પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક અને સંસ્થાના ટ્રસ્ટીની શંકાસ્પદ ભુમિકા પ્રકાશમાં આવી છે. જેના પગલે વિવાદાસ્પદ પરીક્ષા કેન્દ્રમાં બહાર આવેલી ગંભીર ઘટનાને દબાવી દેવા માટે જોરશોરથી પ્રયાસો થઇ રહયા હોવાનુ઼ જાણવા મળેલ છે. જોકે, બહિષ્કાર કરનાર પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની રદ કરી ફરી લેવા લેખિત માંગણી કરેલ છે.

સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ગંભીર ઘટનાની વિગતોનુસાર ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળની કે.વી.સવનીયા નામની સેલફાઇનાન્સ કોલેજના પરીક્ષા કેન્દ્ર પર ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પરીક્ષાના પ્રારંભ સમયે બ્લોક સુપરવાઇઝર પ્રશ્નપત્રનું કવર લઇ બ્લોકમાં દાખલ થયેલ ત્યારે પ્રશ્નપત્રના કવરનું સરકારી સીલ તુટેલુ હોવાનું અને તેમાં સેલોટેપ મારેલ હોવાનું બહાર આવેલ અને અધુરામાં પુરૂ કવરમાંથી એક પ્રશ્નપત્ર પર ગાયબ હતું. જેથી બ્લોકના પરીક્ષાર્થીઓએ વિરોધ હતો. તેમજ પરીક્ષા કેન્દ્ર પર રહેલા મંડળના પ્રતિનિધિ અને તકેદારી અધિકારી દ્વારા તાત્કાલીક ઉચ્ચકક્ષાએ ઘટનાની જાણ કરી હતી. જોકે, ગંભીર ઘટનાના પગલે પરીક્ષાર્થીઓમાં જબ્બરો રોષ ફેલાયેલો જોવા મળતો હતો અને પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરી સુત્રોચ્ચાર પોકાર્યા હતાં.

સરકારની કામગીરી સામે સવાલો

સરકારદ્વારા આવી પરીક્ષામાં કોઇ ગેરરીતિ આચરવામાં આવે તેના માટે ગંભીરતા ધ્યાને લઇ ચોકસાઇ હાથ ધરાય છે. ત્યારે આવા પરીક્ષા કેન્દ્રોના કારણે મંડળની અને સરકારની તકેદારી માટેની કામગીરી સામે સવાલો સર્જાય છે.

ઘટના અંગે મંડળના પ્રતિનિધિનું સ્ફોટક નિવેદન

ઘટનાઅંગે પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા અને જેમની સમય સુચકતાથી ઘટનાનો પર્દાફાશ થયો છે તેવા મંડળના પ્રતિનિધિ વિરમભાઇ સોલંકીના જણાવ્યા મુજબ કેન્દ્રના બ્લોક નં.10 થીજ 15ના પ્રશ્નપત્રોના કવરો પરીક્ષા કેન્દ્રમાં કારકુનનો બીલો લગાવી ફરી રહેલ બાબુભાઇ સવનીયા નામના વ્યકિતના હાથમાં હતા. જોકે, પાછળથી માલુમ પડયુ કે, વ્યકિત કોલેજના ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળે છે. અંગેનું રોજકામ તથા નિવેદન ઉચ્ચ અધિકારી સમક્ષ રજુ કરેલ હોવાનુ઼ જણાવેલ હતું.

ઘટનાને દબાવવા રાજકીય નેતા અને શિક્ષણ વિભાગના અધિકારીએ જોર લગાવ્યું

તોબીજી તરફ ચર્ચાતી વિગત મુજબ ગંભીર ઘટના પર ઢાંક પીછોડો કરવા શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારી સહિત રાજકીય આગેવાન એડીચોટીનું જોર લગાવી રહયા છે. ત્યારે પરીક્ષાર્થીઓ અને લોકોમાં એક સવાલ ઉઠી રહયો છે કે, ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થશે કે ભીનુ સંકેલાશે.

બ્લોક નં.15માં ગેરરીતિની ઘટના બની

પરીક્ષાનાચીફ કોર્ડીનેટર એવા જિલ્લા કલેકટર પી.બી.પંડયાની સુચનાથી નાયબ કલેકટર અને મામલતદાર પરીક્ષા કેન્દ્ર પર તાબડ તોડ પહોંચી ગયા હતા. જયાં પરીક્ષાર્થીઓના નિવેદનના આધારે રોજકામ કરવામાં આવેલ હતું. કેન્દ્રનાં બ્લોક નં.15માં બહાર આવેલી ઘટનાના પગલે બ્લોક નં.12, 13, 14, 15નાં પરીક્ષાર્થીઓએ પણ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

બ્લોક નં.1 થી 9ના પ્રશ્નપત્રો સુરક્ષીત : સંચાલક

આજનીગંભીર ઘટનામાં સ્થળ સંચાલકની મુખ્ય જવાબદારી હોય છે જોકે, પરીક્ષા કેન્દ્ર સ્થળ સંચાલક તરીકે જવાબદારી સંભાળતા એવા કોલેજના પ્રિન્સીપાલ ડી.યુ.જોટવાનો સંપર્ક સાધતા તેમણે. મુજબ જણાવ્યું કે, તેમની પાસે કેન્દ્રના કુલ 15 બ્લોક પૈકી 1 થી 9 બ્લોકનાં પ્રશ્નપત્રોના કવરો તેમની પાસે હતા અને તે તમામ સુરક્ષિત હતા. જયારે બ્લોક નં.10 થી 15ના પ્રશ્નપત્રના કવરો કોની પાસે હતા તે અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

કેન્દ્ર ટાટની પરીક્ષામાં પણ વિવાદમાં રહેલુ

વેરાવળનાકે.વી.સવનીયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર થોડા સમય પહેલા લેવાયેલી ટાટની પરીક્ષા સમયે પણ અનેક ચર્ચાઓથી વિવાદમાં રહયું હતું.

કોલેજનેસ્પીપાનું કેન્દ્ર ફાળવાયું છે

રાજકીયપીઠબળના પગલે કોલેજમાં સ્પીપાનું કેન્દ્ર પણ ફાળવાયું છે.

પેપર ફૂટ્યાની વાતે પરીક્ષાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. }રવિ ખખ્ખર

કોડીનાર બારડ કોલેજમાં પણ ઉહાપોહ

કોડીનારખાતે રેવન્યું તલાટીની પરીક્ષા 8 સેન્ટર, 19 યુનિટનાં 214 બ્લોકમાં લેવાઇ હતી. પરંતુ કે.ડી. બારડ કોલેજમાં 1 પરીક્ષાર્થી મોબાઇલમાં અપલોડ કરી ચોરી કરતો હોવાનું બહાર આવતાં અન્ય પરીક્ષાર્થીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. બાબતે મામલતદાર વિરાણીએ સીસીટીવી કેમેરાનાં ફુટેજ પરથી તપાસ કરવા સંબંધિત અધિકારીને લેખિત સુચના આપી હતી. પરીક્ષાર્થીઓએ પણ મામલતદારને લેખિત આવેદન આપી તપાસ કરવાની માંગણી કરી હતી. જયારે સ્કુલ સંચાલકે પણ આવી ગેરરીતિ કરનારને પકડવાની તૈયારી સાથે તપાસ કરવા જણાવ્યું હતું. મામલતદાર સહિતનાં અધિકારીઓએ દરેક પરીક્ષા કેન્દ્રમાં ચક્કર મારી વ્યવસ્થા સંભાળેલ અને શાંતિપુર્વક પરીક્ષા કાર્યવાહી પુર્ણ થઇ હતી. આમ ગીર સોમનાથ જિલ્લા બે જગ્યાએ હોબાળો મચ્યો હતો.

જવાબદારોને નહીં બક્ષાઈ : ચીફ કોર્ડીનેટર

ઘટનાનીસત્વરે તપાસ કરવામાં આવતા ડીઓ કચેરીના સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્રો સુરક્ષીત પહોંચ્યા હતા. પરંતુ 10-45 વાગ્યાથી 11-30 દરમિયાન પેપરના કવરોનું બ્લોક વાઇઝ શોર્ટીંગ કરવાનું હોય જે 45 મીનીટના સમયગાળા દરમિયાન સરકારી સીલ બંધ પ્રશ્નપત્રના કવરનું સીલ તુટેલ હોવાની શકયતા સાથે પ્રશ્નપત્ર ગાયબ થયુ હોય જેથી અંગે સ્થળ સંચાલક સહિતના જવાબદારોના નિવેદનો બાદ સાચી હકિકતો બહાર આવશે. તેમજ અંગેની તટસ્થ તપાસ કરવામાં આવશે. અને કોઇપણ જવાબદારને બક્ષવામાં નહીં આવે અને તપાસમાં જે કોઇ જવાબદાર દોષી ઠરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી અર્થે ગૌણ સેવા પસંદગી મંડળને રીપોર્ટ કરવામાં આવશે તેમ પરીક્ષાના જિલ્લાના ચીફ કોર્ડીનેટર પી.બી.પંડયાએ જણાવ્યું હતું.

ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતેની કે.વી. સવનીયા કોલેજનાં કેન્દ્રમાંથી ગેરરીતિ બહાર આવી

અન્ય સમાચારો પણ છે...