તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેરાવળમાં મિની વાવાઝોડા સાથે મેઘાનું થયું આગમન

વેરાવળમાં મિની વાવાઝોડા સાથે મેઘાનું થયું આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-સોમનાથશહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં મોડી સાંજે આઠેક વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ઓચીંતા મીની વાવાઝોડા જેવા ઠંઠો પવાન ફૂંકાવવાની સાથે ગાજવીજ અને વીજળીનાં ચમકારા સાથે કડાકાનાં અવાજો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થતા શહેરની મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારોમાં અંધકાર છવાઇ જતા લોકોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઇ હતી. ચેતવણી કે આગાહી વગર એકાએક હવામાનનાં પલ્ટા સાથે ભારે ઠંઠો પવન ફુંકાવવાની સાથે વીજળીનાં કડાકા-ભડાકા અને ગાજવીજ કરતા મેઘરાજાની પધરામણીથી એકાએક થઇ ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થતા મુખ્ય બજારો સહિત શહેરનાં રસ્તાઓ, ગલ્લીઓમાં વરસાદી પાણીની નદીઓ વહેવા લાગેલ જોવા મળતી હતી. વરસાદી વાતાવરણ સાથે મુખ્ય બજારો વહેલી બંધ થવા લાગી હતી. તેમજ મોડીસાંજથી ગીર-સોમનાથમાં પણ વરસાદ શરૂ થયેલ હોવાનું જાણવા મળેલ છે.

મુખ્ય બજારો સહિતમાં અંધકાર છવાયો