તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદોના શહેરમાં બાળકોને મફત શિક્ષણ આપે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં પેપર ફૂટ્યું, ફરી પરીક્ષા નહીં લેવાય

પંજાબમાં 90ના દાયકામાં આતંકવાદને કારણે કે.આર. મહેશ્વરી અમૃતસરથી ઇન્દોર આવીને વસ્યા હતા

શમ્મી સરીન. અમૃતસર

1990નાદાયકામાં પંજાબમાં આતંકવાદ પરાકાષ્ટાએ હતો. દોરમાં આતંકીઓએ એક દિવસ બાળકોથી ભરેલી એક સ્કૂલ બસને કિડનેપ કરી. બસમાં કે.આર. મહેશ્વરીનો પુત્ર પણ હતો. જોકે, આતંકવાદીઓએ પછી બસ છોડી દીધી હતી પરંતુ ઘટના બાદ મહેશ્વરી અમૃતસર છોડીને ઇન્દોરમાં જઇને વસી ગયા. એટલું નહીં વકીલાત છોડીને બિઝનેસમેન બની ગયા પરંતુ મન અમૃતસરની યાદોમાં પરોવાયેલું રહ્યું. આતંકવાદનો દોર પૂરો થયો તો, 2004માં તેમણે અમૃતસરમાં મજૂરી કરતા ગરીબ પરિવારોનાં બાળકોને મફત શિક્ષણ આપવા માટે સ્કૂલ શરૂ કરી. અમૃતસરમાં માનવ કલ્યાણ વિદ્યામંદિર કોઇ તીર્થ સ્થળથી ઓછું નથી. અહીં વિદ્યાર્થીઓને મફત શિક્ષણની સાથે

...અનુસંધાન પાનાં નં.15

પુસ્તકો, યુનિફોર્મ, દવાઓની મદદ ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. સ્કૂલમાં ભણતાં બાળકોમાંથી કોઇના પિતા મજૂરી કરે છે, તો કોઇના પિતા શાકભાજી વેચે છે.કોઇ ઓટો કે રિક્ષા ચલાવે છે. કોઇની માતા ઘરોમાં વાસણ સાફ કરે છે તો કોઇ સિલાઇ કરીને પરિવાર ચલાવે છે. તેમ છતાં બાળકોનાં સપનાં ઊંચા છે. તેમનામાંથી કોઇ ડોક્ટર, કોઇ આઇએએસ, કોઇ એન્જિનિયર તો કોઇ આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવા માગે છે. સપનાં પૂરા કરવા માટે તેઓ મહેનતથી ભણે છે. સ્કૂલની વ્યવસ્થા મજબૂત રહે તેના માટે કે.આર. મહેશ્વરી દર મહિને ઇન્દોરથી અમૃતસર આવે છે. સવારથી સાંજ સુધી સ્કૂલનું કામકાજ ચકાસે છે અને દર વખતે સ્કૂલ માટે કંઇક નવું કરીને જાય છે. કારણે સ્કૂલનાં બાળકોની સાથે મહેશ્વરી ભળી ગયા છે. તેઓ સ્કૂલે પહોંચતાની સાથે બાળકો તેમને ઘેરી લે છે. મહેશ્વરી કહે છે કે બાળકોના પ્રેમની અસર છે કે મને માસૂમ ફરિશ્તાઓની સેવાની તક મળી રહી છે. અમે તો વિદ્યામંદિર દ્વારા બાળકોને આનંદભર્યું વાતાવરણ આપવાની માત્ર કોશિશ કરી છે અને સફળ રહી છે.

બાળકોપત્ર મોકલીને મનની વાત કરે છે

સ્કૂલનાવિદ્યાર્થી અમૃતપાલસિંહે મહેશ્વરીને એક પત્રમાં લ્ખ્યું કે હું સ્કૂલમાં પ્રવેશ કરું છું ત્યારે નકારાત્મક વિચાર ખતમ થઇ જાય છે અને આશાઓથી ભરેલી દુનિયા દેખાવા લાગે છે. સોનિયાએ લખ્યું કે તમે જે સ્વપ્ન અમારા માટે જોયાં છે, અમે પોતાની મહેનતથી તેને વાસ્તવિકતામાં રૂપાંતર કરીને બતાવીશું. પ્રિયાએ લખ્યું કે માતા-પિતાએ મને જન્મ આપ્યો પરંતુ તમે તો મને નવું જીવન આપ્યું છે.

સ્કૂલમાં બાળકોની સાથે કે.આર. મહેશ્વરી

અન્ય સમાચારો પણ છે...