તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં બસ સ્ટેશનના સર્કલ રોડ પરથી પેશકદમી દુર કરો

વેરાવળમાં બસ સ્ટેશનના સર્કલ રોડ પરથી પેશકદમી દુર કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંસીનીયર એડવોકેટ હમીરભાઇ વાળા દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવેલ કે, બસ સ્ટેશન પાસે આવેલ સર્કલ થી રાજેન્દ્ર ભુવન રોડ તરફ જતા રસ્તામાં હાલમાં ઈન્ડીયન રેયોન ફેકટરી દ્વારા જાહેરમાં પેશકદમી કરેલ હોવાનો આક્ષેપ કરેલ છે અને ટ્રાફીકને અડચણરૂપ મોટી દિવાલનું કામ ચાલી રહેલ હોય અને હાલમાં છકડો તથા ઓટો રીક્ષાઓની પાર્કીંગની વ્યવસ્થા હોય તથા બાજુમાં કારડીયા રાજપુત સમાજની શૈક્ષણીક સંસ્થા આવેલ છે ટ્રાફીકનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે દિવાલનુ બાંધકામ ચાલુ હોય તે તાત્કાલીક બંધ કરાવવા અને જમીન ખુલ્લી કરવાની માંગ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, રાજય મંત્રી સહીતનાને કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...