તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • માંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો

માંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનગરપાલિકાનાં મોટરસ્ટોર ખરીદીની ગેરકાયદેસર પ્રક્રિયા, લાગતા-વળગતાઓને નોકરી ન.પા.નાં વાહનનાં ગેરઉપયોગ સહિતનાં મુદે ન.પા.નાં એક સદસ્યે નિયામક (ગાંધીનગર)ને ફરિયાદ કરી પ્રમુખને હોદા પરથી દુર કરવા માંગણી કરી હતી. જે સંબંધે જિલ્લા કલેકટરે સ્પષ્ટ અહેવાલ મોકલી આપવા આદેશ કરતા પ્રકરણ ગરમાયું છે.

નગરપાલિકા સદસ્ય અબ્દુલ અલ્લારખા છાપરાએ કરેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મોટર સ્ટોરની ખરીદીમાં ઓનલાઇન ટેન્ડરને બદલે ગેરકાયદેસર અને નિયમ વિરૂદ્ધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વધુમાં પ્રમુખે પોતાનાં કુટુંબનાં સભ્યોને કર્મચારી તરીકે નિમણુંકો આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. ઉપરાંત પ્રમુખનાં હુમકથી રવિવારની રજા હોવા છતાં કેટલાક સદસ્યો તાલાલા ન.પા.માં કેમેરા તથા વાયફાય સિસ્ટમ જોવા ગયા હોવાનું લોગબુકમાં દર્શાવ્યું છે. વધુમાં ગત તા.8/10/2015નાં રોજ ન.પા. હદ વિસ્તારની બહાર આવેલ એક હોટલમાં ભોજન માટે જઇ ગાડીનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...