તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળનાં ખડખડ વિસ્તારમાં મહિલાનાં ચેઇનની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળનાં ખડખડ વિસ્તારમાં મહિલાનાં ચેઇનની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળશહેરમાં સમડીઓ ફરી સક્રીય થઇ રહી હોવાની પ્રતિતિ કરાવતી તે ચીલઝડપની ઘટનાઓ છેલ્લા દસેક દિવસ દરમિયાન બનેલ છે. જેમાં અઠવાડીયા પહેલાનાં બનાવમાં સમડીનો પ્રયાસ નિષ્ફળ ગયેલ જ્યારે સોમવારે રાત્રીનાં ખડખડ વિસ્તારમાં સમડીનો પ્રયાસ સફળ થયેલ જેમાં એક મહિલાનાં ગળામાંથી સોનાનાં મંગળસુત્રની ચીલઝડપ થયેલ છે. ઘટનાનાં પગલે પોલીસમાં દોડધામ મચી ગયેલ અને પોલીસની વિવિધ ટીમોએ સીસીટીવી ફુટેજો અને શંકમદોનાં આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરમાં છેલ્લા થોડા સમયથી સમડીઓ સક્રિય બનેલ છે અને સોમવારે સમી સાંજે ઘરે પરત ફરતી મહિલાઓને નિશાન બનાવી ચીલઝડપની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે અઠવાડીયા પહેલા સાંજે આઠેક વાગ્યા આસપાસ શહેરની ગર્લ્સ સ્કુલની સામેની ગલીમાં એક મહિલા ઘરે જઇ રહેલ તે સમયે બાળક પર આવેલ બે યુવાનોએ ઝુંટ મારી ચેઇન ઝટવા પ્રયાસ કરેલ પરંતુ મહિલાની સતર્કતાનાં લીધે સમડીનો પ્રયાસ નિઊફળ નિવડેલ હતો અને ઘટનાની મહિલાએ પોલીસને જાણ કરેલ હતી. દરમિયાન ગઇકાલે રવિવારે મોડીસાંજે શહેરનાં ખડખડ વિસ્તારમાં જુના રામ મંદિર નજીકનાં રસ્તા પર એક મહિલા ચાલીને જઇ રહેલ ત્યારે બાઇક પર અંદાજે પચ્ચીસેક વર્ષનાં બે યુવાનો પુરઝડપે આવી મહિલાએ ગળામાં પહેરેલ સોનાનું મંગલસુત્ર પર ઝૂંટ મારતા મહિલા પર આવેલા બંન્ને યુવાનો નાસી છુટ્યા હતા. બાદ ઘટના અંગે પોલીસને જાણ કરતાં પીઆઇ બી.બી.કોલી સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવી સમડીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો