તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વડાપ્રધાનનાં જન્મદિન નિમીતે ગરીબ લોકોને ફળ વિતરણ કરાયું

વડાપ્રધાનનાં જન્મદિન નિમીતે ગરીબ લોકોને ફળ વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીનાં 66માં જન્મ દિવસની વેરાવળ શહેરમાં ભાજપનાં આગેવાનોએ ગરીબ લોકોને ફળ વિતરણ અને સ્વચ્છતા અભિયાનનાં કાર્યક્રમો યોજી ઉજવણી કરેલ હતી.

લોકસમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનાં જન્મદિવસે ભાજપ સંગઠન દ્વારા ઠેર-ઠેર અનેક કાર્યક્રમો યોજી ઉજવણી કરેલ છે. જે અંતર્ગત વેરાવળ શહેરમાં ભાજપનાં અગ્રણી ઉદયભાઇ શાહ, સાંસદ ચુનીભાઇ ગોહેલની આગેવાનીમાં યુવા ભાજપનાં કાર્યકર્તાઓએ સરકારી હોસ્પિટલે જઇ ગરીબ દર્દીઓને તથા મંદબુદ્ધિની શાળાએ જઇ બાળકોને ફળોનું વિતરણ કરેલ હતું. તો જિલ્લા ભાજપનાં હોદેદારોએ નગરપતિ જગદિશભાઇ ફોંફડી, સાગરપુત્ર ફાઉન્ડેશનનાં તુલસીભાઇ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ રૂપારેલીયા સહિતનાની આગેવાનીમાં ભાજપનાં તમામ નગરસેવકો, કાર્યકર્તાઓ, મહિલા મોરચાની બહેનોએ સરકારી હોસ્પિટલે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજેલ જેમાં હાથમાં સાવરણો અને સફાઇનાં સાધનો લઇ હોસ્પિટલની સાફ-સફાઇ કરેલ હતી.

આગેવાનોએ હોસ્પિટલે જઇ ફળોનું વિતરણ કર્યું. તસ્વીર- રવિ ખખ્ખર

હોસ્પિટલે જઇ દર્દીને ફળ આપ્યા

વેરાવળમાં ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન સહિતનાં કાર્યક્રમો યોજ્યા

અન્ય સમાચારો પણ છે...