મનરેગા કૌભાંડની ફરિયાદ રાજકીય ઇશારે કરાઇ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળતાલુકાનાં હસનાવદર અને સુત્રાપાડાનાં સુંદરપરા ગામે મનરેગા યોજના હેઠળ બે કરોડ સાડાત્રીસ લાખનાં ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવાયેલ જેમાં ભ્રષ્ટાચાર આચરેલ હોવા અંગે 17 સરકારી અધિકારી- કર્મચારીઓ સાથે બંને ગ્રામ પંચાયતનાં સરપંચો સામે પોલીસ ફરીયાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારનાં રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે. અને ફરિયાદ રાજકીય ઇશારે થયેલ હોવાનો આક્ષેપ જી.પનાં પુર્વ વિપક્ષીનેતા હીરાભાઇ જોટવાએ કરેલ છે. ફરીયાદ ખોટી હોય તે અંગે તા.19ને સોમવારનાં રોજ સરપંચોનાં સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જી.પનાં પુર્વ વિપક્ષીનેતા અને સરપંચોનાં સંગઠનનાં અગ્રણી હીરાભાઇ જોટવાએ જણાવેલ કે વેરાવળ તાલુકાનાં હસનાવદર અને સુત્રાપાડાનાં સુંદરપરા ગામે મનરેગા યોજના હેઠળ થયેલા દિવાલનાં કામોની જિલ્લા પંચાયતનાં વિભાગોમાંથી તાંત્રિક-વહિવટી મંજુરી લીધા બાદ ટીડીઓનાં કાર્યાલય આદેશ મુજબ બંને કામો સંતોષકારક પુર્ણ થયેલ હતા. બાબતે ગાંધીનગરની ટીમે ચેકીંગ કરી કામગીરીને બિરદાવેલ હતી. ફરીયાદ ખોટી રીતે માત્ર રાજકીય ઇશારે થયેલ છે. ફરીયાદમાં ઘણા કર્મચારીઓનો કોઇ પ્રકારનો રોલ હોવા છતા ઇરાદાપુર્વક તેવા લોકોનાં નામો ફરીયાદમાં દાલલ કરી અન્યાય કરેલ છે. જેથી ખોટી ફરીયાદ અંગે તાલુકાનાં સરપંચોનાં સંગઠનદ્વારા સોમવારે કલેકટરને આવેદન અપાશે.

ગીર-સોમનાથ જિલ્લા પંચાયતનાં પૂર્વ વિપક્ષી નેતાએ કર્યો આક્ષેપ : તાલુકા સરપંચોનાં સંગઠન દ્વારા સોમવારે કલેકટરને આપવામાં આવશે આવેદન

અન્ય સમાચારો પણ છે...