• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • બાદલપરા ગામે સ્વચ્છ ભારત મિશનને સાચા અર્થમાં કર્યું સાર્થક

બાદલપરા ગામે સ્વચ્છ ભારત મિશનને સાચા અર્થમાં કર્યું સાર્થક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટરનાં અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી

ગીર-સોમનાથજિલ્લાનાં આદર્શગામ બાદલપરા ખાતે કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી અને ટ્રેકટરનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર જિલ્‍લામાં સ્‍વચ્‍છતા સંદર્ભે ગામ દ્રષ્‍ટાંતરૂપ છે, તેમ જણાવી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્યએ કહયુ કે, ગામ શિક્ષણક્ષેત્રે પણ ખુબ આગળ છે. ગામે સ્વચ્છ ભારત મિશનને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. ઉપરાંત ગામમાં ઘણા બધા મા વાત્સલ્ય કાર્ડ કાઢવામાં આવેલ છે. કિડની, કેન્સર, હદયરોગ જેવી ગંભીર બિમારીનાં ઇલાજ માટે સરકાર દ્વારા સહાય આપવાની સાથે સગર્ભા માતાઓને પણ સરકારની યોજનાનો લાભ લઇ સહભાગી થવું જોઇએ. તકે મામલતદાર આંબલીયાએ સરકાર દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે એક માસ સુધી કાર્યરત રહે છે. ૧૮ વર્ષ પર્ણ કર્યા કરનાર તમામ લોકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી લેવા જણાવ્યું હતું. તકે અધિક કલેકટર પરીમલ પંડ્યા, પ્રાંત અધિકારી એસ.જી.વ્યાસ, પૂર્વ ધારાસભ્‍ય ભગવાનભાઇ બારડ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

18 વર્ષ પૂર્ણ કરેલ યુવાનેને મતદારકાર્ડ કઢવવા જણાવાયું. તસવીર- ભાસ્કર

શિક્ષણક્ષેત્રે ગામની પ્રસંશા કરાઇ

અન્ય સમાચારો પણ છે...