તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • 1 સર્વે નંબરમાં અન્ય વીજ જોડાણ અાપવાનાં નિર્ણયથી ખેડૂતો થયા ખુશ

1 સર્વે નંબરમાં અન્ય વીજ જોડાણ અાપવાનાં નિર્ણયથી ખેડૂતો થયા ખુશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોજનાનો લાભ મળવાને કારણે સર્જાતી હતી તકરારો

તાલાલાનાં ધારાસભ્યની અસરકારક રજુઆત સફળ

જમીનનાંએક સર્વે નંબરમાં એકથી વધુ કનેકશનો આપવામાં આવતા હોવાનાં ગુજરાત વિઘુત બોર્ડનાં નિયમથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ જે અંગે તાલાલાનાં ધારાસ્ભય ગોવિંદભાઇ પરમારે મુખ્યમંત્રી તથા ઉર્જામંત્રીને લેખીત રજુઆત કરેલ જેના આધારે મુખ્યમંત્રીએ ખેડુતોના હિતને ધ્યાન લઇ પોલીસમાં ફેરફાર કરી એક સર્વે નંબરમાં અન્ય કનેકશનો આપવાની જાહેરાત કરતા જગતનાં તાતમાં ખુશી ફેલાયેલ છે.

અંગે તાલાલાનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે જણાવેલ કે ગુજરાત વિઘુત બોર્ડનાં નિયમ મુજબ એક સર્વે નંબરમાં વીજનું એક કનેકશન બાદ બીજુ કનેકશન મંજુર થતુ હોવા છતાં આપવામાં આવતુ હતુ તથા સીફટીંગ પણ કરવામાં આવતુ હતુ. જેના કારણે ખેડુતોનાં ભાઇઓ ાગ પાડતી વખતે એક કુવામાં કનેકશન હોય તે કુવામાં બીજુ કનેકશન મેળવવામાં મુશ્કેલી થતી અને ખેડુત ભાઇઓ વચ્ચે તકરારો સર્જાતી હતી તેમજ યોજનાનો લાભ મળવાને કારણે ભાયોભાગની જમીનમાં પાણી આપી શકાતુ હતુ. જેથી અંગે ગત તા.13-8-16નાં રોજ ઉર્જા મંત્રી ચીમનભાઇને લેખીત રજુઆત કરવામાં આવેલ હતી. જેના આધારે પ્રશ્ન અંગે ઉર્જા મંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ખેડુતોના હિતમાં નિર્ણય લેવા જણાવેલ હતુ. જેના આધારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉર્જા પોલીસીમાં ફેરફાર કરી એક સર્વેમાં અન્ય કનેકશનો આપવાની જાહેરાત કરેલ છે જેથી સમગ્ર ખેડુત આલમમાં આનંદની લાગણી પ્રસરી ગયેલ છે સાથોસાથ રાજય સરકારનો આભાર માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...