• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ શહેરમાં વ્યવસાય માર્ગદર્શન અંગે બેઠક યોજાઇ

વેરાવળ શહેરમાં વ્યવસાય માર્ગદર્શન અંગે બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાશિક્ષણાધીકારી ડો.એમ.આર.સાગરકાની અધ્યક્ષતામાં શીક્ષણ અધિકારીની કચેરીમાં જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષાણાધીકારી જણાવ્યું હતું કે, આગામી તા.૩ થી તા. ૧૦ ઓકટોમ્બર સુધી ગીર-સોમનાથ જિલ્લામાં સ્કુલો, કોલેજોમાં વ્યવસાય માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં વિદ્યાર્થીને પ્રદર્શન અને તજજ્ઞો દ્વારા વ્યવસાય માર્ગદર્શન આપશે તેમજ સરકાર દ્વારા વિદ્યાર્થીને મળતા લાભો અંગે માહિતગાર કરાશે. બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી નિરજ દવે, જે.પી.સ્કુલનાં આચાર્ય ભુપેન્દ્ર જોષી, ચોકસી કોલેજનાં પ્રાધ્યાપક ડો.નિતીન સુબા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...