વેરાવળ શહેરમાં રવિવારે એકાદશી મનોરથ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્ટીમાર્ગમાંભાદરવા સુદ 11 થી પંદર દિવસ સુધી વૈષ્ણવો પોતાના ઘરે બીરાજતા શ્રી ઠાકોરજીને તથા શ્રી વલ્લભકુળ શ્રી ગૌસ્વામી બાળકોને દાત અંગીકાર કરાવી કૃતાર્થતા અનુભવે છે ત્યારે આગામી તા.18ને રવિવારે તાલાલ રોડ ઉપર આવેલ નૃસિંહ બાગ હવેલી ખાતે સાંજે 6 કલાકે પુ.પા.ગો.108 શ્રી માધવરાયજી મહારાજ ચી.બાલકો સહીતના ઉપસ્થિત રહેનાર હોય ત્યારે અલૌકીક મનોરથમાં દાણલીલા, વધાઇ, કીર્તન, રાસ-ગરબા સહીતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ ભાઇ-બહેનોને લાભ લેવા અને વૈષ્ણવોને બ્રહ્મ સબંધ લેવાનો હોય તેઓને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...