તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • કોળી સમાજ કુરીવાજોને તિલાંજલી આપી શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોળી સમાજ કુરીવાજોને તિલાંજલી આપી શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોળીસમાજે કુરીવાજોને તીલાંજલી આપી શિક્ષણ પ્રત્યે જાગૃત થવુ જોઇએ તેમ કોળી સમાજનાં યુવા સાંસદ રાજેશ ચુડાસમાએ વેરાવળનાં ભીડીયામાં સયુંકત કોળી જ્ઞાતિ સમાજનો યોજાયેલા 18માં સમુહ લગ્નોત્સવમાં જણાવેલ હતું. જેમાં 27 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડતા તેઓને અગ્રણીઓ તથા રાજકીય હોદેદારો સહિતનાએ આશીર્વચન પાઠવેલ હતા.

સમુહ લગ્નોત્સવનું મુખ્ય હેતુ અંગે પટેલ જેન્તીભાઇ સોલંકીએ જણાવેલ કે સમાજમાં બીન જરૂરી ખર્ચાળ રીત-રીવાજોને તીલાંજલી આપવા અને ખંડનાત્મક સુચનો ત્યજી પોતાના નાણા સમય, ચિંતા હાડમારી, અને દેખાદેખીથી સમાજના લોકોને બચાવવા માટેનો છે. જેમાં સમાજનાં દરેક ચુડાસમા, સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણ, પુર્વ સાંસદ કુવરજી બાવળીયા, પોતાના ઉદબોધનમાં જણાવેલ કે કોળી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સમાજમાંથી કુરીવાજો દુર કરવા યુવાઓએ બીડુ ઉપાડવું પડશે તેમજ સમાજ કાયમી સંગઠીત રહે તે દિશામાં સૌ કોઇએ સમાજલક્ષી કાર્ય કરતું રહેવું પડશે.

માછીમારીનાં ધંધા સાથે સંકળાયેલા લોકો ચોમાસાની ઋતુમાં માછીમારી બંધ હોવાથી દર વર્ષે સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવી રહેલ છે. તે મુજબ વર્ષે ભીડીયા સંયુકત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા રામેશ્વર મહાદેવ મંદિરનાા સામેનાં પટાંગણમાં 18માં સમુહ લગ્નોત્સવનૂં આયોજન કરવામાં આવેલ હતું. એક સમિયાણામાં લગ્નોત્સવનું આયોજન સમાજનાં પટેલ જયંતિભાઇ વરજાંગભાઇ સોલંકીનાં અધ્યક્ષસ્થાને થયેલ હતું. તકે વણાકબારા સમસ્ત કોળી જ્ઞાતિ બાર સમાજનાં પ્રમુખ લક્ષ્મણભાઇ સોલંકી, વણાકબારા વાડી વિસ્તારનાં પટેલ બાબુભાઇ બામણીયા, ઘોઘલા કોળી સમાજનાં પટેલ યોગેશભાઇ સોલંકી, નવાબંદરનાં મનસુખભાઇ ભગવાન, માઢવાડનાં ભીખાભાઇ રાઠોડ, સુત્રાપાડાના માંડણભાઇ સોલંકી, ભગનભાઇ સોલંકી, હીરાકોટનાં રતિલાલ બામણીયા, જાફરાબાદનાં જીવનભાઇ બારૈયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનનાં પ્રભુદાસભાઇ કુહાડા, બોટ એસોનાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, સી ફુડ એક્ષપોર્ટ એસોના. પ્રમુખ લખમભાઇ ભેંસલા, ઇન્ડસ્ટ્રીયલ એસોનાં ઇસ્માઇલભાઇ સુમરા, ચોરવાડનાં વિમલભાઇ ચુડાસમા, કાનાભાઇ ગઢીયા, કીશનભાઇ પરમાર, રમેશભાઇ કેશવાલા, દેવાભાઇ ધારેચા, સરમણભાઇ સોલંકી સહિતનાં હોદેદારો અને વિવિધ સમાજનાં પટેલો, આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વાદ પાઠવેલ હતા.

સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા બોટ એસોનાં પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, માજી પટેલ ધનજીભાઇ, છગનભાઇ બારૈયા, નગરસેવક વશરામભાઇ સોલંકી, એજયુકેશન કમીટીનાં દિનેશભાઇ સહિતનાં આગેવાનો, યુવાનોએ તન-મન અને ધનથી સહયોગ આપેલ હોવાનું સમાજનાં મંત્રી મેઘજીભાઇ સીકોતરીયાએ જણાવેલ છે.

સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજનાં 18માં સમુહલગ્નોત્સવમાં 27 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા, સાંસદ સહિતી હાજરી. તસ્વીર- રવિ ખખ્ખર

વેરાવળનાં ભીડીયામાં કોળી સમાજનો 18મો સમુહ લગ્નોત્સવ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો