તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર મેલ, ઇન્ટરસિટી, ઓખા બનારસ, અમદાવાદ વેરાવળ તથા ભાવનગર બાંદ્રાનો સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર મેલ, ઇન્ટરસિટી, ઓખા બનારસ, અમદાવાદ-વેરાવળ તથા ભાવનગર-બાંદ્રાનો સમાવેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર મેલ, ઇન્ટરસિટી, ઓખા બનારસ, અમદાવાદ-વેરાવળ તથા ભાવનગર-બાંદ્રાનો સમાવેશ

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

વેસ્ટર્નરેલવે દ્વારા 13 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો આપવા જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર-મેલ, અમદાવાદ-વેરાવળ, જામનગર-સુરત ઇન્ટરસિટી, હાપા-સુરત (દર મંગળવાર), ભાવનગર-બાંદ્રા તેમજ ઓખા-બનારસનો સમાવેશ થાય છે.

ઓક્ટોબર 2016થી સુપરફાસ્ટ બનનારી ટ્રેનોમાં સૌરાષ્ટ્રની 5 ઉપરાંત અમદાવાદની 2, કચ્છની 2, મુંબઇની 2, તેમજ રાજસ્થાનની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. 16મીથી ટ્રેનોને સુપરફાસ્ટ બનાવવા રેલવે તંત્રે જાહેરાત કરી દીધી, પણ રિઝર્વેશન અંગે કોઇ જાહેરાત કરાઇ નથી. સંભવત 19 કે 20 જુલાઇથી ટ્રેનોના રિઝર્વેશનનો આરંભ થશે.

પાંચ ટ્રેનોના સમયમાં કેટલો ફેરફાર થશે, કઇ ટ્રેન કેટલી વહેલી ઉપડશે કે પહોંચશે, સ્પીડમાં કેટલો વધારો થશે, તે અંગે આગામી 1 ઓક્ટોબર, 2016ના વેસ્ટર્ન રેલવે દ્વારા સમયપત્રક જાહેર કરાશે.

વેસ્ટર્ન રેલવે દ્વારા સૌરાષ્ટ્રની જે પાંચ ટ્રેન સહિત 13 ટ્રેનને સુપરફાસ્ટ જાહેર કરવામાં આવી છે તે તમામ ટ્રેનોના નંબર 16 નવેમ્બરથી ફરશે. જેને કારણે રિઝર્વેશન ફોર્મમાં મુસાફરોને નવો જાહેર થયેલો ટ્રેનનો નંબર લખવો પડશે. રેલવે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રની પાંચ સહિત 13 ટ્રેનોને સુપરફાસ્ટ જાહેર કરાતા મુસાફરોની મુસાફરી પણ અમુક અંશે ટૂંકી બની જશે.

ઓક્ટોબરથી સૌરાષ્ટ્રની 5 ટ્રેન સુપરફાસ્ટ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો