લાટીનાં જંગલમાંથી શંકાસ્પદ શખ્સને વનતંત્રએ ઝડપ્યો
વેરાવળવન વિભાગ રેન્જના આરએફઓ અપારનાથીએ જણાવેલ હતું કે, નજીકના લાટીનાં જંગલમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી શંકાસ્પદ સ્થિતિમાં ફરતો હીરાકોટ બંદરનો રહેવાસી અસલમ જાફરને વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા ઝડપી પાડી તલાસી લેતા તેની પાસેથી કંઇ મળી આવેલ હતું. જેને હાલ ઓફીસે લઇ આવેલ છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.