તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • મંત્રીમંડળમાં લોહાણા સમાજની અવગણના સામે ભારે નારાજગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીમંડળમાં લોહાણા સમાજની અવગણના સામે ભારે નારાજગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકારમાં રાજયમાં હાલની પરિસ્થિતીને અનુલક્ષીને લઇ દરેક વર્ગ-સમાજને પ્રતિનીધીત્વ આપવાનો પ્રયત્ન થયો છે. પરંતુ સમગ્ર પ્રક્રીયામાં ભાજપ સરકાર દ્વારા મહાજન એવા શિક્ષિત લોહાણા સમાજની અવગણના થયેલ છે. જેથી ગુજરાતમાં અંદાજે 20 લાખ લોહાણા સમાજનાં સભ્યોનું નેતૃત્વ કરતી સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ આઘાતની લાગણી અનુભવી રહયું છે કારણકે હાલનાં ભાજપનાં ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો લોહાણા સમાજનાં છે ત્યારે બંનેને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અંગે વેરાવળ લોહાણા મહાજનના હોદેદારો દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને લેખીત રજુઆત કરેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ રાકેશ દેવાણી સહિતનાં દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે શિક્ષીત અને વેપાર સાથે જોડાયેલ લોહાણા સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ છે તેમ છતા ભારતીય જનતા પાર્ટીનાં છેલ્લા 19 વર્ષનાં શાસનમાં સરકાર કે સંગઠનમાં લોહાણા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ હિંમતલાલ મુલાણી, શશીકાંત લાખાણી, હરીદાસ લાલ જેવા લોહાણા સમાજનાં કદાવર નેતાઓએ સરકારનું પ્રતિનિધત્વ કરી કાર્યભાર સંભાળેલ હતો જયારે મોટાભાગનાં લોહાણા સમાજનાં આગેવાનો રાજકીય ક્ષેત્રમાં બહોળું પ્રતિનિધત્વ ધરાવે છે. તેનો ફાયદો ભુતકાળમાં તથા હાલમાં ભાજપ પાર્ટીને થયેલ છે તેમ છતાં લોહાણા સમાજની સતત અવગણના કરવામાં આવે કેમ આવે છેω ત્યારે હાલ ભાજપમાં લોહાણા સમાજનાં ડો.નિમાબેન આચાર્ય તથા મહેન્દ્ર મશરૂ કે જેઓ ઘણા ટર્મથી વિજય બની પાર્ટીનું પ્રતિનિધિત્વ હેઠળ પોતાના મત વિસ્તારનું સંચાલન કરી રહેલ છે ત્યારે બંન્ને નેતાઓને સરકારનાં મંત્રીમંડળમાં કે તેના સમકક્ષ હોદા પર કેમ સમાવિષ્ટ કરવામાં નથી આવતાω ત્યારે બંન્ને નેતાઓનો સમાવેશ કરવા અમારી માંગણી છે અને હકારાત્મક અભિગમથી આગામી યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં લોહાણા સમાજ ભાજપ સાથે જોડાયેલો રહેશે તેમ રજુઆતનાં અંતમાં જણાવેલ છે.

વેરાવળ લોહાણા મહાજનનાં હોદેદારો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો