તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • રાજકોટ | મચ્છુ કઠિયા સઇ સુતાર દરજી મણિલાલ ગોવિંદજી ચૌહાણના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મચ્છુ કઠિયા સઇ સુતાર દરજી મણિલાલ ગોવિંદજી ચૌહાણના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મચ્છુ કઠિયા સઇ સુતાર દરજી મણિલાલ ગોવિંદજી ચૌહાણના પત્ની જયાબેન મણિલાલ ચૌહાણ (ઉ.વ.78)તે ભરતભાઇ, જીતેન્દ્રભાઇ, જનકભાઇના માતા અને ખેરડીગામના મૂળજીભાઇ લાઘાભાઇ સોલંકીના દીકરી, રતિલાલ, બાબુલાલ, રમેશભાઇના મોટાબહેનનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4 થી 5, કચ્છી લોહાણા જ્ઞાતિની વાડી, મોરબી રોડ, નવા જકાત નાકા પાસે, મહાશક્તિ પાર્ક ખાતે રાખેલ છે.

વરીયા પ્રજાપતિ ડુંગરભાઇ કરમશી ભાઇ મુળાશીયા (મૂળ સાતુદળ હાલ રાજકોટ)તે સ્વ.દેવરાજ ભાઇના પિતા અને અશ્વિન ભાઇ, વિપુલભાઇના દાદાનું અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4 થી 6 પ્રજાપતિ છાત્રાલય, ઓમનગર મેઇન રોડ, 150, ફૂટ રિંગ રોડ, મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

સોની કિશોરભાઇ જેરામભાઇ પાલા માળિયા હાટીના હાલ રાજકોટ (ઉ.વ.59)તે સ્વ.લક્ષ્મીદાસભાઇ, સ્વ.ધીરૂભાઇ, મનુભાઇ, મગનભાઇના નાનાભાઇ અને પ્રિયંકના પિતા અને સોની મોહનલાલ વેલજીભાઇ લોઢિયા (વિસાવદર)ના જમાઇ અને છગનભાઇ, ચુનીભાઇના બનેવીનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4 થી 6 રાણીંગાવાડી, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

ડારી વેરાવળ નિવાસી મોહનલાલ ગોરધનદાસ જીમુલિયા (ઉ.વ.79)તે વિનોદભાઇ, ગીતાબેન, શોભના બેન, ભક્તિબેનના પિતા અને અનસુયાબેનના પતિ, રામજીભાઇ, ડાયાભાઇ, મનુભાઇ, અમૃતભાઇના ભાઇ અને સ્વ.ગોકળદાસ ગોવિંદજી કારિયાના જમાઇનું તા. 12ના અવસાન થયું છે. બેસણું અને પિયરપક્ષની સાદડી તા. 15ના સાંજે 4 થી 6, સોરઠિયા રજપૂત ભવન, સોમેશ્વર મંદિર પાસે, 1-દીપક સોસાયટી, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

લુહાર જયંતીલાલ નાનજીભાઇ મકવાણા હાલ વડોદરા તે સ્વ.લાલજીભાઇ દેવજી પીઠવાના મોટાજમાઇ, સ્વ.ચંપકભાઇ, કાંતિ ભાઇના મોટાબનેવીનું તા. 10ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 15ના સાંજે 4 થી 6 બ્રહ્મપુરી વાડી, દીવાનપરા મેઇન રોડ, કોટક શેરી નં-4, વિશ્વકર્મા મંદિર પાછળ રાજકોટમાં રાખેલ છે.

મનોજભાઇ વૃજલાલ મકવાણા તે સ્વ.વૃજલાલ જીવણલાલ મકવાણા ના પુત્ર, સ્વ.હિતેશભાઇના ભાઇ અને સ્વ.અશોકભાઇ, મહેશ ભાઇ, નરેશભાઇ, કેતનભાઇ, મહેન્દ્રભાઇ, દીપકભાઇના કાકાના દીકરાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 15ના સ્વાશ્રય સોસાયટી હોલ, મવડી પ્લોટ મેઇન રોડ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

લાલજીભાઇ મગનલાલ તન્ના તે સંજયભાઇ, શૈલેષભાઇ, અનિલ ભાઇના પિતા અને છોટાલાલભાઇ, હરગોવિંદભાઇ, ભગવાનજીભાઇ, રસિકભાઇ, ચમનભાઇના ભાઇનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું-સસરાપક્ષની સાદડી તા. 15ના સાંજે 4 થી 4.30 કલાકે કોઠારિયા રોડ, પુનિત સોસાયટી, રામેશ્વર મહાદેવ મંદિર રાજકોટમાં રાખેલ છે.

વજીબેન કેશુપરી ગોસાઇ (ઉ.વ.95)તે બટુકપરી, ભગવાનપરી, વનરાજ પરી, અમુપરીના માતાનું તા. 11ના અવસાન થયું છે.

લાભુબેન મોરારજીભાઇ અઢિયા (ઉ.વ.84)તે સ્વ.મોરારજીભાઇ ડાહ્યાભાઇ અઢિયાના પત્ની, કીર્તિભાઇ (નિવૃત્ત અ.મ.ઇ.જિલ્લા પંચાયત રાજકોટ), હસમુખભાઇ, સુરેશભાઇ, રાજેશભાઇ (બિમલ ભાઇ), સંજયભાઇ, અરૂણા બેન નંદલાલ મણિયારના માતાનું તા. 13ના અવસાન થયું છે. બેસણું -પિયપરપક્ષની સાદડી તા. 15ના સાંજે 5.30 કલાકે નંદકિશોર હોલ, 8-ગાયકવાડી પ્લોટ, આંબલિયા હનુમાનજી મંદિર પાસે રાખેલ છે.

પરજીયા પટ્ટણી સોની પ્રભુદાસભાઇ રણછોડભાઇ ધાણકના પત્ની વિજયા બેન (ઉ.વ.65)તે નરોત્તમભાઇ, રમેશભાઇના ભાભી, કનુભાઇ ઘઘડા (દ્વારકા)ના મોટાબેન, હિતેશ ભાઇ, અશોકભાઇ, કલ્પનાબેનના માતાનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 15ના સાંજે 4 થી 6, ભગવાન ભુવન વાડી 6/11 પંચનાથ પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

સ્વ.ચંદુલાલ હરિલાલ ભીમાણી (વકીલ)ના પત્ની વિમળાબેન ચંદુલાલ ભીમાણી તે દીપકભાઇના માતા અને સ્વ.પ્રાણલાલ કશળચંદ મહેતા (મુંબઇ)ના પુત્રી, સ્વ.મનહર લાલ, સ્વ.લીલાબેન નૌતમ ભાઇ દોશી (કોલકત્તા), મનોરમાબેન સર્વદમનભાઇ શેઠ (ઉપલેટા)ના ભાભી તથા રમેશભાઇ, હીનાબેન રાજીવભાઇ ગાંધી મુંબઇના કાકીનું તા. 13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા બેસણું તા. 16ને મંગળવારના રોજ સવારે 10 થી 11.30 કલાકે, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, માલવીયા ચોક, પેટ્રોલ પંપ સામેની શેરી ખાતે રાખેલ છે.

અમરેલી |સોરઠિયા દરજી જ્ઞાતિના ચંદુભાઇ તુલસીભાઇ હીંગુ (ઉ.વ.58)તે સ્વ.હીરાભાઇ, જીવનભાઇ (જે.ટી), ચુનીભાઇ, પ્રવીણભાઇ હીંગુના નાનાભાઇ અને રાજે, પરેશ, ભીખેશ, બિપીનભાઇ, જીતેન્દ્ર, સાગર હીંગુના કાકા અને હાર્દિકના પિતાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 15ના દરજી જ્ઞાતિની વાડી, બી.કે.ટાંકના ડેલા પાસે, અમરેલી ખાતે રાખેલ છે.

સાંગણવા |વાળંદ સ્વ. નાનજી ભાઇ આંબાભાઇના પત્ની લાભુબેન નાનજીભાઇ ગોહેલ (ઉ.વ.95)તે બટુકભાઇ, સ્વ.તરસીભાઇ, સ્વ.હરિભાઇ, ગાંડુભાઇ, જીવનભાઇ ગોહેલના માતાનું તા. 13ના અવસાન થયું છે.

જૂનાગઢ |ચાવડા હાજાભાઇ દેશાભાઇ (મજેઠી, તા.ઉપલેટા) તે પ્રફુલભાઇ (ગ્રીન ફાર્મ બાયોજીન પ્રા.લી.જૂનાગઢ), વજુભાઇનાં પિતાનું તા.12નાં અવસાન થયું છે. બેસણું તા.15નાં સાંજે 4 થી 5, ઓમકારેશ્વર મંદિર, દિપાંજલી-2, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ ભટ્ટ વિભાકરભાઇ (ઉ.વ.62, વી.ડી.કાકા, રિટાર્યટ નાગરિક બેન્ક, મુળ સીમાસી, હાલ જૂનાગઢ) તે સ્વ.દિનકરરાયનાં પુત્ર, સરોજબેનનાં પતિ, સ્વ.પ્રકાશભાઇ, અવિનાશભાઇ, કિરીટભાઇ, ઉદયભાઇનાં ભાઇ, પુર્વીબેન જીજ્ઞેશભાઇ તન્ના, રીમાબેન ધર્મેશભાઇ ધોળકિયાનાં પિતા, સ્વ.ત્રિભોવન કાશીનાથ દવેનાં જમાઇ, સ્વ.સંજયભાઇ, પ્રફુલભાઇનાં બનેવીનું તા.12નાં અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તથા સાદડી તા.15નાં સાંજે 4:30 થી 6, શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વાંઝાવાડ, જૂનાગઢ ખાતે રાખી છે.

પરમાર રંભાબેન (ઉ.વ.82) તે સ્વ.ગોરધનભાઇનાં પત્ની, વિનુભાઇ, રમેશભાઇ, મહેશભાઇ, હંસાબેનનાં માતાનું તા.13નાં અવસાન થયું છે. બેસણું તા.15નાં સાંજે 5 થી 6, તેમના નિવાસસ્થાન, બાલસનગર, આંબાવાડી, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

માણાવદર |પટેલ ટીલવા જમકુબેન પરબતભાઇ (ઉ.વ.87, ગળવાવ) તે રંભીબેન ભુત, ગોદાવરીબેન મેંદપરાનાં માતા, જસમતભાઇ, મોહનભાઇનાં ભાભીનું તા.13ને શનિવારના રોજ અવસાન થયું છે. તેમના બેસણું નિવાસસ્થાને, ગળવાવ ખાતે રાખવામાં આવેલ છે.

દામનગર |લુહાર કારેલીયા કેશવલાલ કરમશીભાઇ (ઉ.વ.71, ભેંસાણ નિવાસી, હાલ દામનગર) તે મુકેશભાઇ, અલ્પેશભાઇનાં પિતા, છગનભાઇ, મગનભાઇ, દુલ્લભજી ભાઇ, પ્રવિણભાઇ, હરેશભાઇનાં ભાઇનું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.15નાં બપોરે 3 થી 5, લુહાર જ્ઞાતીની વાડી, છભાડીયા રોડ, દામનગર ખાતે રાખ્યું છે.

રતાંગ(ગીર) |વાગડીયા નારણભાઇ ભુરાભાઇ (ઉ.વ.57, ઇટાળી-ગીર (તા.મેંદરડા) નિવાસી) તે કમલેશભાઇનાં પિતા, અરજણ ભાઇનાં ભાઇનું તા.12નાં અવસાન થયું છે.

અમરેલી |હિંગુ ચંદુભાઇ તુલસી ભાઇ (ઉ.વ.58) તે સ્વ.હિરાભાઇ, ચુનીભાઇ, પ્રવિણભાઇનાં ભાઇ, રાજેશ, પરેશ, ભીખેશ, બિપીન, જીતેન્દ્ર, સાગરનાં કાકા, હાર્દિકનાં પિતાનું તા.12નાં અવસાન થયું છે. બેસણું તા.15નાં સાંજે 4 થી 6, દરજી જ્ઞાતિની વાડી, બી.કે.ટાંકના ડેલા પાસે, અમરેલી ખાતે રાખ્યું છે.

ટાંક રળીયાતબેન (ઉ.વ.94) તે સ્વ.છગનભાઇનાં પત્ની, અમૃતભાઇ, વસંતભાઇનાં માતાનું તા.11નાં અવસાન થયું છે.

વાંકીયા| અગ્રણી ઉદ્યોગપતિ ચંદુભાઇ અકબરીના ધર્મપત્ની રમીલાબેન ચંદુભાઇ અકબરી (ઉ.વ.52)નુ તા. 13ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. બેસણું તા. 15ના રોજ સવારે 8 થી સાંજના 6 સુધી તેમના નિવાસ સ્થાન વાંકીયા ખાતે રાખેલ છે.

ઉના |ગોંડલીયા શાંતુબેન અમર દાસ તે જગદીશભાઇ, વનમાળી દાસ, મનસુખદાસ, અશ્વિનદાસનાં માતાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.14નાં વાજડી ખાતે રાખ્યું છે.

વેરાવળ |વ્યાસ લાભુબેન ગિરજા શંકર (ઉ.વ.80) તે અશ્વિનભાઇ, પ્રશાંતભાઇનાં માતા, સુશીલાબેન (શિક્ષક), ઉષાબેનનાં સાસુનું તા.12નાં અવસાન થયું છે. ઉઠમણું તા.15નાં સાંજે 5 થી 6, બિલેશ્વર મંદિર, શિક્ષક કોલોની, વેરાવળ ખાતે રાખ્યું છે.

વેરાવળ (શાપર) | ચીમનલાલ ખુશાલદાસ મકવાણા તે અશ્વિન તથા વિશાલના પિતા અને મહેન્દ્રભાઇ (વડોદરા)ના નાનાભાઇનું અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4 થી 6, વેરાવળ(શાપર) વેરાવળ મેઇન રોડ, શિવનગર ખાતે રાખેલ છે.

જોષી નિર્મણાબેન પ્રભુલાલ (ઉ.વ. 95) તે ડો.હિતેશભાઇ (વિરમદળ), સુરેશભાઇ (પુજારી-સાંઇબાબા મંદિર)નાં માતા, ભાવિક, યાજ્ઞિકનાં દાદીમાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.15નાં સાંજે 4 થી 6, સાંઇબાબા મંદિર ખાતે રાખેલ છે.

રંગપરબેલા |અનસુયાબેન જયંતીલાલ દોશી ( ઉ.વ. 66 ) તે સ્વ. જયંતીભાઇ દુર્લભજીભાઇના પત્ની તથા કપુરચંદ ઠાકરશી મહેતાના પુત્રી તથા જસ્મીન, રૂપા મહેતા , ચેતન સંઘવી , હેતલ દોશીના માતા તથા માનવના દાદીનુ તા. 13 નારોજ અવસાન થયુ છે. લૌકીક વ્યવહાર બંધ રાખવામા આવ્યુ છે.

જામનગર | અરવીંદભાઇ મંગલદાસ સામાણી ( ઉ.વ. 55 ) તે સ્વ. મંગલદાસ અને કાંતાબેનના પુત્રનુ તા. 13 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણુ તા. 15 ના સોમવારે સાંજે 5 થી 5.30 વાગ્યે ભાનુશાળી વાડ , સુધરાઇના ડેલા પાસે , ટીમ્બાફળી , ગાયત્રી સદનમા રાખવામા આવ્યુ છે.

નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વિનોદચંદ્ર ખોડીદાસભાઇ ઉપાધ્યાય ( ઉ.વ.79 ડી.બી.સી. શિપિંગ કંપની ) તે જિજ્ઞેશભાઇ ( બેંક ઓફ બરોડા ) ચેતનભાઇ ( નાયબ મામલતદાર ) જાગૃતીબેન શૈલેષભાઇ વ્યાસના પિતા તથા સ્વ. માનશંકર , સ્વ. વૃજલાલભાઇ તથા વિશ્વેશના દાદા તથા સ્વ. અરવીંદભાઇના નાનાભાઇ તથા હસમુખભાઇ, ઇંદુભાઇ, પંકજભાઇ , સ્વ. દિપકભાઇના મોટાભાઇનુ તા. 13 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ બેસણુ તા. 15 ના સોમવારે સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારી હોલ , તળાવની પાળમા રાખવામા આવ્યુ છે.

મંજૂલાબેન કેશવલાલ ઓઝા ( ઉ.વ.74 ) તે સ્વ. કેશવલાલ છોટા લાલના પત્ની તથા મિતા , પુર્ણા, હિતેન ત્રીવેદી , પ્રતિશ ઓઝા , નિલેશના માતાનુ તા. 13ના શની વારે અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણુ તા. 15ના સોમવારે સાંજે 5. 30 થી 6 વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ , સામવેદી શાખાની વાડી , પંચેશ્વર ટાવરમા રાખવામા આવ્યુ છે.

ગુર્જર સુથાર યશવંતભાઇ કેશવજી ભાઇ આમરણીયા ( ઉ.વ. 59 ) તે સ્વ. કેશવજીભાઇ વશરામભાઇના પુત્ર તથા સ્વ. વલ્લભદાસ વશરામભાઇના ભત્રીજા , સ્વ. છોટુભાઇ , નરેંદ્રભાઇ , સંદીપ , દિપ્તીબેન , ધર્મેશભાઇના પિતા તથા ભરત ,કૌશલના અદા, તથા સુનીલભાઇના કાકાનુ તા. 13ને શનિવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનુ બેસણુ તા. 15 ના સોમવારે સાંજે 5 થી 6 વાગ્યે શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે , જગ્યા નં 1 , પંચેશ્વર ટાવરમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો