• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ પાલિકાનાં એન્જી.ને કોન્ટ્રાકટરે ફડાકા માર્યા

વેરાવળ પાલિકાનાં એન્જી.ને કોન્ટ્રાકટરે ફડાકા માર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-પાટણનગરપાલિકાના બાંઘકામ વિભાગના એન્જિનિયર આર.જી.ડેડાણીયા આજે બપોરે બેંક કોલોની વિસ્તારમાં સાઇડ વીઝીટ પર હતા ત્યારે પાલીકાના એક કોન્ટ્રાકટર સાથે સ્થળ પર બોલાચાલી થતા કોન્ટ્રાકટર દ્વારા એન્જિનિયરના ગાલ પર તમાચો ઝીકી દેતા એક તબકકે વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ અને તમાચાનો ભોગ બનનાર એન્જિનિયર રોષભેર ફરીયાદ નોંઘાવવા સરકારી હોસ્પીટલે દાખલ થયા હતા પરંતુ થોડા સમયમાં હોસ્પીટલેથી પરત પાલિકા ખાતે આવી ગયા હતા અને ઘટના અંગે લખાય છે ત્યાં સુઘી કોઇ જાતની પોલીસ ફરીયાદ પોલીસ ચોપડે નોંઘાયેલ નથી. જેના પગલે પ્રકરણે સમાઘાન થઇ ગયાની ચર્ચાઓ ઉઠી છે.તમાચો મારનાર કોન્ટ્રાકટરના રસ્તાના કામના અંદાજે ૭પ લાખની માતબર રકમના બાકી બીલ પેટે કોન્ટ્રાકટર છેલ્લા દોઢેક માસથી પાલિકાના એન્જિનિયરને આજીજી કરી રહયો હતો પરંતુ યેનકેન પ્રકારે તેની બાકી રકમનું બીલ પાસ કરવામાં આવતુ હોય ત્યારે પાલીકામાં ચાલતા કથીત ભ્રષ્ટાચારના પગલે કોન્ટ્રાકટરને કક્ષાએ જવાની ફરજ પડી હોવાનું અને તમાચાનો ભોગ બનનાર એન્જિનિયરે પણ બાંઘી મુઠી લાખની સમજી પ્રકરણે ફરીયાદ કરવાનું ટાળ્યું હોવાનું ચર્ચાય રહયુ છે. શહેરમાં ફડાકાકાંડ ચર્ચાનો મુદ્દો બન્યો.

અન્ય સમાચારો પણ છે...