તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • પીઆઇનાં પત્નીની ઇનોવા કારને ટોલબૂથે રોકતાં કરી દાદાગીરી

પીઆઇનાં પત્નીની ઇનોવા કારને ટોલબૂથે રોકતાં કરી દાદાગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભાસ પાટણના પીઆઇની દબંગાઇ CCTV કેમેરામાં કેદ

ડારી ટોલનાકાના કર્મચારીને ઉઠાવી જઇને પીઆઈએ ઢોરમાર માર્યો

શનિવારે સાંજે 6:36 વાગ્યે ઇનોવા કાર વેરાવળનાં ડારી ટોલનાકે આવી હતી. કારનાં ડ્રાઇવરે પોલીસની કાર હોવાની ઓળખાણ આપી. ફરજ પરનાં કર્મચારી રવિ કિશન ભદોરીયાએ પૂછ્યું સાહેબ સાથે છે. આથી ગાડીમાં બેસેલી મહિલાએ પોતે પ્રભાસ પાટણ પીઆઇ મનીષ નકુમનાં પત્ની હોવાની ઓળખ આપી હતી. માથાકૂટ દરમ્યાન કર્મચારીએ ટ્રાફિક કંટ્રોલરને જાણ કરતાં ઉદય સોલંકી બુથ પર ગયા અને ગાડીને જવા દીધી. જોકે, બાદમાં પીઆઇ નકુમનાં નામે ટોલ બુથનાં આસી. મેનેજર જયદીપ નારણભાઇ વીરડાને ફોન ગયો. અને કર્મચારી સાથે વાત કરાવવા કહી તેને ગાળો દીધી. અને બાદમાં ટોલનાકે ધસી આવી રવિ કિશનને માર મારી તેને ઉઠાવી જઈ ફરી બેફામ માર માર્યો હતો. બેફામ માર મારી બાદમાં મોડી રાત્રે દોઢેક વાગ્યે પોલીસની જીપમાં તેને ટોલબુથ પર છોડી ગયા હતા. વખતે તેને નાક અને આંખમાં લોહી નિકળતા હતા. તેને હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયો હતો. અંગે કર્મચારીએ અને તેના મેનેજરે એસપી સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

ટોલ કર્મચારીને સારવાર માટે દાખલ કરાયો

ટોલ મેનેજર સાથે પોલીસનો સંવાદ

બુથમેનેજર : હું પોલીસ સ્ટેશને આવું છું નંદલાલભાઇ..

પોલીસ : અમે ત્યાં અાવીએ છીએ.

મેનેજર : સાહેબ તમારે ધક્કો નથી ખાવો હું ત્યાં આવી જાઉં છું. છોકરો બદલી ગયો એટલે મીસ્ટેક થઇ ગઇ. મેં ગાડી જોઇ એટલે હું તાત્કાલિક ત્યાં પુગી ગ્યો. અને ગાડીને જાવા દીધી.

પીઆઇ : ટોલવાળાને રોકી રાખજે. રેકોર્ડીંગ થાય છે, હોય તો ચાલુ કરજે. હું આવું છું. (બાદમાં અહીં લખી શકાય એવી ગાળો આપી)

પરપ્રાંતીયનેપૂછપરછ માટે લાવ્યા’તા : DySP

ટોલકર્મીપરપ્રાંતીય હોવાથી પુછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયાની સ્ટેશન ડાયરીમાં નોંધ થયાનું ડીવાયએસપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ટોલ કર્મી ને માર મારવા અને સીસી ટીવી અંગે તપાસ હાથ ધરી સાચું હશે તો એનસી કેસ દાખલ કરાશે.

શુંકહે છે પીઆઇ નકુમ ?

અજાણ્યામાણસનો ફોન હતો અને અમે ત્યાં ગ્યા તા, કોઇએ હાથ પણ અડાડ્યો નથી. મારી પત્નીની ગાડી નહોતી. અન્ય માથાકૂટનાં સમાચાર મળતાં અમે ત્યાં ગયા હતા એમ પીઆઇ નકુમે જણાવ્યું હતું.

ટોલ કર્મચારીને લઈ જતી પોલીસ વાન સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસના માર બાદ કર્મચારીને પાટાપિંડી કરવા પડી હતી.

અન્ય સમાચારો પણ છે...