તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • લુપ્ત થતી દરિયાઇ પ્રજાતી વ્હેલ શાર્કનાં સંરક્ષણ અને સંવર્ઘન અભિયાન અંતર્ગત

લુપ્ત થતી દરિયાઇ પ્રજાતી વ્હેલ શાર્કનાં સંરક્ષણ અને સંવર્ઘન અભિયાન અંતર્ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.67 લાખની રકમનાં ચેક માછીમારોને આગેવાનોનાં હસ્તે અર્પણ કરાયાં

સુત્રાપાડાનાં સાગરતટે બાળકોએ ૧૦૦ થી વધુ વ્હેલ શાર્કનાં રેત શિલ્પ તૈયાર કર્યા

સુત્રાપાડામાંવ્હેલશાર્કનાં સંરક્ષણ અને સંવર્ધન અભિયાન અંતર્ગત દરિયાકિનારે વ્હેલશાર્કનાં શીલ્પ તૈયાર કરાયાં હતાં. તેમજ માછલીને બચાવનાર માછીમારોને 67 લાખની રકમનાં ચેક અપાયાં હતાં. અઘિકારીઓએ જણાવેલ કે, વ્હેલ શાર્ક સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પ્રજાતીની માછલી ગણાય છે. ૨૦૦૭માં પ્રખર રામાયણી મોરારીબાપુએ અભિયાન અંર્તગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલને વ્હાલી દીકરીનો દરજજો આપી તેના રક્ષણ માટે માચ્છીમાર સમુદાયને આહવાન કરેલ હતું જેને માચ્છીમાર સમુદાયે હોંશે હોંશે આવકારી વ્હેલ શાર્કના બચાવ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ડી.સી.એફ. કે.એ.ગાંઘીએ જણાવેલ કે, ૧૦ થી ૧૨ ટન વજન ઘરાવતી અને ૩૦ થી ૪૦ ફૂટની લંબાઇ ઘરાવતી વ્હેલ શાર્કના કુલ વજનના ૧૦ ટકા જેટલા વજનનું તેનું લીવર હોય છે, બજારમાં માછલીની ઉંચી કીંમતના પગલે માચ્છીમારને એક માછલી દીઠ અઢી થી પાંચ લાખ જેવી માતબર રકમ ઉપજતી. જો કે રાજય સરકાર અને મોરારીબાપુ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્રમાં પ્રજનન માટે આવતી માછલી ને વ્હાલી દીકરી નો દરજજો આપતા માચ્છીમાર સમુદાયે લાખોની કામાણી જતી કરી વ્હેલ શાર્કના સરંક્ષણ અને સંવર્ઘનમાં સહભાગી બન્યા છે. બાર વર્ષના અભિયાન ૬૧૯ થી વઘુ વ્હેલ શાર્કનો બચાવ કરાયો છે. માછીમારોને વળતર પેટે રૂા.૬૭ લાખ જેવી રકમના ચેકોનું વિતરણ કરાયું હતુ અને છેલ્લા એક વર્ષ દરમ્યાન વેરાવળ, સુત્રાપાડા અને ઘામળેજના બંદર વિસ્તારમાંથી ૫૩ જેટલી વ્હેલશાર્ક માછલી બચાવવામાં આવેલ હતી. આમ છાત્રોએ વ્હેલશાર્કને બચાવવાં માટે જનજાગૃતિ રેલી યોજી હતી.

અધિકારીઓએ માછલી વિષે જાણકારી આપી હતી. તસ્વીર- રવિ ખખ્ખર

છાત્રોએ જનજાગૃતિ રેલી કાઢી હતી

અન્ય સમાચારો પણ છે...