તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યનાં સગા સાતે ગેરવર્તનને પગલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડારી ટોલનાકે ટોળાંની તોડફોડ

15 શખ્સો હથિયારો લઇ કારમાં ધસી આવ્યા હતા

વેરાવળનજીક ફોરલેન પર આવેલ ડારી ટોલબુથ શરૂઆતથી વિવાદોમાં સપડાતુ આવ્યુ છે અને તેમાં પણ ટોલબુથ પર સૌથી વધુ ટોલની બળજબરીપુર્વક વસુલાત કરવાની સાથે ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે ગેરવર્તન અને દાદાગીરી થતી હોવાની વારંવાર વ્યાપક ફરીયાદો થઇ હોવાનાં લીધે છાશવારે ટોલબુથ પર ઘર્ષણનાં બનાવો બનેલ છે અને તે અંગેની ફરીયાદો પણ પ્રભાસપાટણ પોલીસમાં નોંધાયેલ છે. તેવા સમયે બે દિવસ પુર્વે તા.25ની મોડી સાંજના સમયે એક ધારાસભ્યની કાર ટોલબુથ પરથી પસાર થતા તેને ટોલ કર્મીઓએ જબ્બર-જસ્તીથી રોકાવી ટોલ અંગે કારમાં બેસેલ હાલાર પંથકનાં ધારાસભ્યનાં પરીવારનાં સભ્ય સાથે ગેરવર્તન કરતા ઝપાઝપી થયેલ હતી. ત્યારબાદ સોમવારની રાત્રીનાં સમયે ફરી ડારી ટોલબુથ ઉપર દસથી વધુ કારોમાં અજાણ્યા માણસોનું ટોળુ ઘાતક હથીયારો સાથે ઘસી આવેલ અને ટોલબુથ ઉપર આતંક મચાવી તોડફોડ કરી નાસી છુટયા હતા. ઘટનાથી હાઇવે પર થોડા સમય માટે નાસભાગ સાથે સન્નાટો મચી જવા પામેલ હતો જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો. સોમનાથ-જેતપુર હાઇવે રોડ પર આવેલ વેરાવળ નજીકનાં ડારી ટોલ પ્લાઝામાં સોમવારની રાત્રીનાં સાડા દસ આસપાસ 12 જેટલી મોટર કારમાં 15 જેટલા અજાણ્યા શખ્સો એકાએક ધસી આવી લાકડી, હોકી, ધોકા સહીતનાં હથિયારો વડે ટોલપ્લાઝાની કેબીનોનાં કાચ તોડી ચાર જેટલા કોમ્પ્યુટરની સીસ્ટમને તોડી નાંખી રૂ.પાંચ લાખનું નુકસાન કરેલ હોવાની ફરીયાદ ટોલ બુથનાં અધિકારી અનિલ રામઅવતાર શર્માએ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ પીઆઇ કે.આઇ.મેઘનાથીએ હાથ ધરેલ છે.

ખાલી કારતુસ મળ્યું : ફાયરીંગની ચર્ચા

તેમજ ઘટના બાદ આજે સવારે ટોલબુથ પર પંચનામુ કરી રહેલ દરમ્યાન એક ખાલી કાર્તુસ મળી આવેલ છે જેથી તોડફોડ દરમ્યાન ખાનગી ફાયરીંગ થયુ હોવાની શંકા ઉદભવી છે .

અન્ય સમાચારો પણ છે...