તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળમાં તહેવારોને લઇ કલેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં તહેવારોને લઇ કલેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંવેદનશીલવેરાવળ શહેરમાં શુક્રવારે નિકળનાર ગણેશ વિસર્જન યાત્રા તેમજ ખારવા સમાજનાં ઇષ્ટદેવ રામદેવજી મહારાજનો ધ્વજારોહણ ઉત્સવ નિમીતે સોમ અને મંગળવારનાં રોજ નિકળનાર વરઘોડા સાથે મુસ્લીમની બકરી ઇદનાં તહેવારોને લઇને આજરોજ નાયબ કલેકટર શૈલેષ વ્યાસ, ડીવાયએસપી કે.એમ.જોશી, સીટી પીઆઇ બી.બી.કોળી, પીએસઆઇ કે.કે.જાડેજા, પાલીકા ઉપપ્રમુખ જયદેવ જાની, મામલતદાર દેવકુમાર આંબલીયાનાં અધ્યક્ષસ્થાને આગેવાનો રીતેશ ફોફંડી, તુલસી ગોહેલ, ઉદય શાહ,હાજી એલકેએલ, ફારૂક બુઢીયા, મુકેશ ચોલેરા, વિક્રમ પટાટ, હીરાભાઇ રામ, દિપક ટીલાવત સહિતનાં હીન્દુ-મુસ્લીમ સમાજનાં લોકોની હાજરીમાં શાંતિસમિતીની બેઠક મળી હતી.

બેઠકમાં તંત્રનાં અધિકારીઓએ જણાવેલ કે શહેરમાં દર વર્ષે બંદર ખાતે ગણેજીનું વિસર્જન કરવામાં આવતુ પરંતુ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ગણેશ પંડાલો અને લોકોનાં ઉત્સાહને ધ્યાને લઇ બંદર ઉપરાંત શહેરનાં રાજેન્દ્રભુવન રોડ પર આવેલ ચોપાટીનાં દરીયાકીનારે ગણેશજીની પ્રતીમાઓનું વિસર્જન કરવા માટેના વૈકલ્પિક સ્થળ તરીકે તંત્રએ જાહેરાત કરી હતી. ચોપાટીનાં દરિયાકિનારે લોકો સુરક્ષિત સાથે ગણેશ વિસર્જનનો લ્હાવો લઇ શકે તે માટે ચોપાટીએ મછીયારા સમાજનાં તરવૈયાઓની ટીમ સાથે સ્વંયસેવકોની ટીમો પણ ખડેપગે રાખવા તંત્રએ આયોજન કરેલ છે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત્ પણ ગોઠવાશે. જેથી તંત્રએ ચોપાટી ખાતે ગણેશ વિસર્જન કરવા અપીલ કરેલ જેને ઉપસ્થિત આગેવાનોએ આવકારી હતી.

સોમવાર અને મંગળવારનાં રોજ ખારવા સમાજનાં ઇષ્ટદેવ રામદેવજી મહારાજનાં ધ્વજારોહણ પ્રસંગે નિકળનાર વરઘોડા તથા મંગળવારનાં રોજ મુસ્લીમ બિરાદરોનાં બકરી ઇદનાં તહેવારોનાં દિવસો કોમી એખલાભર્યા વાતાવરણમાં ઉજવાય તે જોવા બંને સમાજનાં આગેવાનો સતર્ક રહે તથા એવા કોઇ તોફાની તત્વો ધ્યાને આવે તો તુરંતર પોલીસતંત્રને જાણ કરે જેથી તુરંત પગલા લઇ શકાય સાથે તહેવારનાં ઉત્સાહને ધ્યાને લઇ બિનજરૂરી વિવાદો ટાળવા અપીલ કરાયેલ હતી. તેમજ બંને દિવસો દરમિયાન શહેરમાં એસઆરપી સાથે વધારાનો પોલીસ સ્ટાફ મુકી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

તહેવારોને લઈ શાંતિ સમિતીની બેઠક મળી. તસવીર- રવિ ખખ્ખર

ચોપાટી ખાતે ગણેશ વિર્સજન કરવા તંત્ર દ્વારા કરવામાં આવી અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો