તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેરાવળમાં સ્વચ્છતા અિભયાનનું સુરસુરીયું

વેરાવળમાં સ્વચ્છતા અિભયાનનું સુરસુરીયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાનાં મથક યાત્રાધામ વેરાવળ-સોમનાથમાં સ્વચ્છતા અભિયાનનું નાટક ભજવાયુ હોય તેમ થોડી મિનીટો માટે અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધીઓ શહેરની સામાજિક-શૈક્ષણિક સંસ્થાનાં આગેવાનોએ હાથમાં ઝાડુ પકડી સફાઇ કામ હાથ ધરી સ્વચ્છ નગર રાખવાનો સંકલ્પ કરેલ હોવાના ફોટો પાડી અખબારો દ્વારા પ્રસિદ્ધી મેળવ્યા બાદ આજે શહેરની હાલત જોતા ઠેર-ઠેર ગંદકીનાં ગંજ ખડકાયેલા જોવા મળી રહેલ એટલુ નહીં પણ કેટલીક જાહેર સ્થળોએ તો પાલિકા ખુદ ગંદકી કરી રહી છે. અને તે અધિકારીઓનાં ધ્યાને મુકવા છતા કોઇ કાર્યવાહી થતી નથી. દરમ્યાન ઘનશ્યામ પ્લોટ વિસ્તારની ગંદકીના પ્રશ્ને વિશ્વ હિન્દુ પરીષદનાં પ્રમુખે કલેકટર ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી ગંદકી દૂર કરવા માંગણી કરેલ છે.

વિહીપનાં પ્રમુખ ગોવિંદભાઇ ભાનુશાળીએ કરેલ લેખિત ફરિયાદમાં જણાવેલ છેકે, વડાપ્રધાન મોદીનું સ્વચ્છ ભારતુન઼ અભિયાન ચાલી રહેલ છે. ત્યારે માત્ર ટીવીમાં જાહેરાત આપવાથી સ્વચ્છતા થતી નથી. શહેરમાં ચૌતરફ કચરાનાં ગંજ ખડકાયેલા છે ત્યારે ઘનશ્યામ પ્લોટ, ક્રિકેટ ગ્રાઉન્ડ થતા શેરી નં.5ની ખુલ્લી જગ્યામાં છેલ્લા બે માસથી કચરાના ઢગલા ઉપાડવામાં આવ્યા નથી. તો સ્વચ્છતા અભિયાનનું નાટક નહીં તો બીજુ શું શહેરમાં કેટલાય વિસ્તારોમાં ખડકાયેલા ગંદકીનાં ઢગલા સાથે કુતરા, ભુંડ, ગાય વિગેરે ઢોર કચરા આરોગી રહ્યા છે. આમ ગંદકીથી લોકોની સાથે પશુઓના઼ આરોગ્ય પણ ખતરો સર્જાયા છે.

ગંદકીને આમંત્રણ આપતા કેટલાય વિસ્તારોમાં કાચા રસ્તાઓ હોય ધૂળ અને ગંદકી ફેલાય રહી છે. તેમજ સ્વચ્છ અભિયાન ચાલી રહેલ છે ત્યારે ગંદકી કરતી નગરપાલિકા સહિત કેટલા લોકો પાસેથી દંડ વસુલ કર્યો તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

વેરાવળનાં ઘનશ્યામ પ્લોટ સહિતમાં ગંદકીનાં ગંજ ખડકાયા / રવિખખ્ખર

{ વિહિપનાં પ્રમુખે કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી