તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોડીનાર પાસે રિક્ષા પલટી જતાં એકનું મોત

કોડીનાર પાસે રિક્ષા પલટી જતાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંવડનગર રોડ પર રિક્ષા પલટી મારી જતાં પ્રૌઢાનું મોત નીપજ્યું હતું. જયારે ચારને ઇજા પહોંચતાં સેવાભાવી કાર્યકરોએ તમામને હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.

કોડીનારનાં વડનગર ગામેથી છકડો િરક્ષા નં.જીજે-10-ટી- 8161માં બેસી કાળીબેન માધવદાસ મકવાણા (ઉ.વ.54), લાખીબેન જાદવભાઇ (ઉ.વ.60), કંચનબેન બાલુભાઇ (ઉ.વ.40) દેવીબેન નારણભાઇ (ઉ.વ.42) આજે સવારનાં કોડીનાર તરફ આવી રહ્યાં હતાં અને 11 વાગ્યાની આસપાસ રિક્ષા કોડીનાર સુગર ફેકટરી પાછળનાં વણાંક પાસે પહોંચતા રિક્ષા ચાલક રામભાઇ લાખાભાઇ ગાધેએ અચાનક કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી જતાં તમામને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન વડનગરનાં સામાજિક કાર્યકર લલિતભાઇ વાળાએ અન્ય લોકોની મદદથી રિક્ષાને સીધી કરી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાના વાળા હોસ્પિટલે ખસેડેલ અને ત્યાંથી વેરાવળ રીફર કરાયેલ. જયારે કાળીબેન મકવાણાને તબીબે મૃત જાહેર કરતાં કોડીનારની સરકારી હોસ્પિટલે પીએમ માટે મૃતદેહને લવાયો હતો. બનાવમાં રાઇટર મુકેશભાઇ ટાંક, હે.કો. મુળુભાઇ સહિતનાં સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ આગળની તપાસ હાથ ધરી છે.