તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • સોમનાથ મંદિર પરિસરમાં 18 વર્ષથી યાત્રાળુને વિનામૂલ્યે જમાડે છે દંપતી

સોમનાથ મંદિર પરિસરમાં 18 વર્ષથી યાત્રાળુને વિનામૂલ્યે જમાડે છે દંપતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાથી પ્રેરાઇ મુંબઇનાં યાત્રાળુએ હરતુ-ફરતુ ભોજનાલય અર્પણ કર્યું

સોમનાથદાદાનાં દર્શન કરવા દેશ વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ આવે છે ત્યારે શ્રધ્ધાળુઓને છેલ્લા 18 વર્ષથી એક દંપત્તિ ભોજન કરાવે છે. પ્રભાસ પાટણ 66 કેવીમાં ફરજ બજાવતા રવિન્દ્રભાઇ વાણવી અને તેમનાં પત્નિ લાભુબેન અહીં સાંજે 6 થી રાત્રીનાં 11 વાગ્યા સુધી અહીં આવતા યાત્રાળુઓને ભોજન કરાવે છે. રવિન્દ્રભાઇનું કહેવું છે કે તેમનાં ગુરૂ રાજાભાઇ રાણાભાઇ ગરનાં આદેશના પગલે તેમને યાત્રિકોને ભોજન આપવાનું શરૂ કર્યું છે. યાત્રાળુઓને રોજે શાક, રોટલી, રોટલા, ખિચડીનું ભોજન આપી રહ્યા છે. શરૂઆતમાં દંપત્તિ રેકડીમાં ભોજન લઇ આવતા હતા અને યાત્રાળુઓને ભોજન કરવાતા હતા ત્યારે છેલ્લા 27 વર્ષથી સોમનાથ નિયમીત આવતા મુંબઇનાં ભાયખલ્લામાં રહેતા સુરેન્દ્રભાઇ રાણાવત દંપત્તિની સેવાથી પ્રભાવિત થઇ તેમને હરતુ-ફરતુ ભોજનાલય અર્પણ કર્યું છે. આજે તેમનાં લોકાર્પણ પ્રસંગે મંદિરનાં પુજારી ધનંજય દવે, ટ્રસ્ટી વિજયસિંહ ચાવડા, સરૂભા જાડેજા, ડો.આરડી.સાવલીયા હાજર રહ્યા હતા અને હરતુ-ફરતુ ભોજનાલય અર્પણ કર્યું હતું.

દાતા દર મહિને 5 દિવસ સોમનાથ રોકાઇ સેવા કરશે

હરતા-ફરતાભોજનાલયનું દાન કરનાર દાતાઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ દર મહિને મુંબઇથી ખાસ આવી અહીં 5 થી 6 દિવસ સોમનાથ રોકાઇ ભોજન સેવામાં જોડાશે.

વિનામુલ્યે જમાડતા જોઇ હું ઉત્સાહીત થયો હતો

સોમનાથનાંદર્શને હું 2015માં આવ્યો હતો ત્યારે સોમનાથ આવતા યાત્રાળુઓને દંપત્તિ વિનામુલ્યે જમાડતા હતા તે જોઇ હું ઉત્સાહી થયો હતો. અને તેમાંથી મને તેમને સહયોગ કરવાની પ્રેરણા મળી હતી. આજે તેમને છોટા હાથી વાહન અર્પણ કર્યું છે. -સુરેન્દ્રભાઇ રાણાવત, મુંબઇ

7 વાગ્યાથી ભોજન બનાવે છે

રવિન્દ્રભાઇઅને લાભુબેન સવારે 7 વાગ્યાથી બપોર સુધી ઘરે જમવાનું બનાવે છે ત્યારબાદ સાંજે સોમનાથ આવી લોકોને ભોજન કરાવે છે. તેમના કાર્યમાં પુત્ર રાહુલ અને પુત્રવધુ દિપ્તીબેન મદદરૂપ થઇ રહ્યા છે. ઉપરાંત ઘરે આવતા લોકોને પણ વિનામુલ્યે જમાડે છે.

અન્ય સમાચારો પણ છે...