તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળ શહેરમાં કારમાંથી બે કિંમતી મોબાઇલની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ શહેરમાં કારમાંથી બે કિંમતી મોબાઇલની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળશહેરમાં તાલાલા નાકા પાસે એક યુવાન દરગાહે નમાઝ પઢવા ગયેલ ત્યારે તેની કારનાં કાચ તોડી કોઇ અજાણ્યા શખ્સો બે કિંમતી મોબાઇલની ચોરી કરી નાસી ગયા હતા. અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળનાં તાલાલા નાકા પાસે આવેલ નિહાદ કોમ્પલેક્ષમાં રહેતા ઇશાન જહાંગીર બ્લોચ ગત તા.2 જૂલાઇનાં રોજ રાત્રીનાં સમયે જાફર મુઝાફરની દરગાહે નમાઝ પઢવા ગયેલ તે વખતે 35 હજાર તથા 10 હજારનાં બે મોબાઇલ પોતાની સ્વીફટ કારમાં મુકી ગયેલ બાદ કોઇ તસ્કરોએ કારના કાચના દરવાજા તોડી બંને મોબાઇલ ચોરી કરી ગયાની ફરિયાદ પ્રભાસપાટણ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો