તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળમાં મહિલા પોલીસકર્મીને જોરથી ધક્કો મારીને પછાડી દીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં મહિલા પોલીસકર્મીને જોરથી ધક્કો મારીને પછાડી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળનાંટાવરચોકમાં શનિવારે બપોરે એક ખારવા મહિલાને મગરા તથા ફાઉન્ડેશન ગ્રુપની સામે વાંધો હોય બંને ગ્રુપોના લગાડાયેલ બેનરો તથા પડદા હટાવી રહેલ હોય તેણીને પોલીસ કર્મચારીએ રોકતા બિભત્સ શબ્દો બોલી ધકકો મારી પછાડી દઇ ફરજમાં રૂકાવટ ઉભી કરતાં પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર શહેરનાં ટાવરચોકમાં ઉત્સવને લઇને મગરા તથા ફાઉન્ડેશન ગ્રુપનાં લગાડાયેલ બેનરો તથા પડદાઓ શનિવારે બપોરે ખારવા મહિલા હંસાબેન જેઠાભાઇ ખાપંડીને બંને ગ્રુપો સામે કોઇ વાંધો હોવાથી છોડી રહેલ તે સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રંજનબેન ભજગોતરએ મહિલાને આવું કરવા જણાવી રોકતા ખારવા મહિલાએ રંજનબેન તથા અન્ય મહિલા પોલીસને બિભત્સ શબ્દો બોલી ધક્કો મારી પછાડી દઇ સરકારી ફરજમાં રૂકાવટ કરી હોવા અંગે મહિલા પોલીસ રંજનબેને ખારવા મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 332, 304, 186 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ વાઘેલાએ હાથ ધરેલ છે. ખારવા સમાજનાં બે સંસ્થાનાં કાર્યક્રમમાં લગાવેલા બેનરો મહિલાએ હટાવી પોલીસ સાથે પણ માથાકૂટ કરતા ચકચાર પ્રસરી છે.

ખારવા મહિલા સામે ફરજ રૂકાવટની નોંધાઇ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો