તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • લોકો દરિયાનો લહાવો લઇ શકે તે માટે નવો પ્રોજેક્ટ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો દરિયાનો લહાવો લઇ શકે તે માટે નવો પ્રોજેક્ટ બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમનાથટ્રસ્ટની એક બેઠક શનિવારે ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નવીદિલ્હીનાં નિવાસસ્થાને લાલકૃષ્ણ અડવાણીનાં અધ્યક્ષસ્થાને મળેલ હતી. આગામી સમયમાં સોમનાથ મંદિરનાં દરીયા કિનારે દરીયાઇ જળચર પ્રાણીઓનું મ્યુઝીયમ અથવા દરીયાનો લ્હાવો લઇ શકે તે માટે નવા પ્રોજેકટ બનાવવા નક્કી કરાયુ હતુ. જો કે બેઠકમાં ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલ નાદુરસ્ત તબિયતનાં કારણે હાજર રહી શકયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટની શનિવારનાં રોજ સાંજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં અન્ય ટ્રસ્ટીઓ લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, નિવેટીયાજી, જે.ડી.પરમાર અને સેક્રેટરી પી.કે.લહેરી હાજર રહ્યા હતા. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ નાદુરસ્ત તબિયતનાં કારણે હાજર રહી શકયા હતા. બેઠકમાં 2015-16 આવક-જાવકનાં હિસાબો મંજુર કરી નાણાંકીય સ્થીતીનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ. ભાવિકોની વધતી સંખ્યાને લઇને યાત્રાધામમાં સુધારા-વધારાની સુવિધા માટે વિવિધ પ્રોજેકટ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા ઇન્ટરનેટ ટેકનોલોજીનાં માધ્યમથી વિશ્વમાં વસ્તા શિવ ભકતો દર્શન કરી શકે તે માટે બનાવાયેલ મોબાઇલ એપ્લીકેશનથી 20 લાખથી વધારે લોકો આરતીનો લ્હાવો લઇ રહ્યા હોવાનો અહેવાલ રજુ થતાં વડાપ્રધાન મોદી સહીતનાં ટ્રસ્ટીઓ સરાહના કરી હતી.

સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસની ચર્ચા

નાદુરસ્ત તબિયતને કારણે કેશુબાપા બેઠકમાં ગેરહાજર

દરિયાઇ જળચર પ્રાણીઓનું મ્યુઝિયમ બનાવાશે

સોમનાથમંદિર અરબી સમુદ્રકાંઠે આવેલ હોય અને મંદિરે દર વર્ષે એક કરોડ જેટલા યાત્રીકો આવી રહ્યા છે ત્યારે તે દરીયાનો લ્હાવો લઇ આનંદ માણી શકે તે માટે જળચર પ્રાણીઓનું મ્યુઝીયમ અથવા સોમનાથ તીર્થનાં ઇતિહાસનું વાસ્તવિક ઝાંખી કરી શકાય તે માટે નવો પ્રોજેકટ તૈયાર કરાવવાનું નક્કી કરાયું હોવાનું ટ્રસ્ટનાં જી.એમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો