• Gujarati News
  • પ્રભાસતીર્થ ભાલકામાં જ્ઞાનયજ્ઞનાં આયોજનની તડામાર તૈયારીઓ

પ્રભાસતીર્થ ભાલકામાં જ્ઞાનયજ્ઞનાં આયોજનની તડામાર તૈયારીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભાસતીર્થેભાલકા ખાતેનાં શ્રીકૃષ્ણ મંદિરનાં વિશાળ મેદાનમાં આહિર સમાજ દ્વારા તા.12 થી 18 એપ્રિલ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનનું આયોજન કરાયું હોય તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

ભાલપરા ગામનાં મંદિરેથી તા.12 નાં સવારે 8 વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે. ગજરાજની અંબાડી સાથે કલાત્મક રથ, અશ્વ તેમજ સમાજની દિકરીઓ માથે પોથી લઇ જોડાશે. હેલીકોપ્ટર દ્વારા 1 ટન પુષ્પોની વર્ષા કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. રાજશીભાઇ જોટવા, ભગવાનભાઇ બારડ, ડો.રામભાઇ સોલંકી, વેજાણંદભાઇ વાળા, મેરામણભાઇ, બાબુભાઇ રામ સહિતનાં આગેવાનોનાં માર્ગદર્શન હેઠળ 10 સમિતીઓની રચના કરાઇ છે અને 2 હજારથી વધુ યુવાનો તેમજ પ્રસાદી પીરસવા સંત બજરંગદાસબાપાની જગ્યા બગદાણાનાં સ્વયંસેવકો સેવા આપશે. સુરક્ષા માટે પાર્કિંગ સહિતનાં તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા અને ટ્રાફિક સમસ્યા થાય તે માટે ખાનગી સિકયુરીટી સાથે પોલીસ સંભાળશે.

આઠ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો : આહિર સમાજમાં ઉત્સાહ /- રવિખખ્ખર

દરરોજ 30 હજાર ભાવિકોને પ્રસાદી

કથાનુંશ્રવણકરવા અંદાજે 30 હજાર ભાવિકો આવશે. કથા સ્થળની બાજુમાં પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. જેમાં ચોખ્ખુ ઘી 100 ડબ્બાથી વધુ, તેલનાં 400 ડબ્બા, 3 હજાર કિલો કેરીનો રસ, શિખંડ, મોહનથાળ, મોતીચુરનાં લાડુ, બુંદી, ફરસાણ, દાળભાત સહિતની પ્રસાદી રાજસ્થાનનાં રસોઇયાઓ દ્વારા દરરોજ તૈયાર કરાશે.