Home » Saurashtra » Somnath » Veraval » બિલ્ડીંગમાં પાર્કિંગ ન હોય તો બિલ્ડર સામે ફરિયાદ થઇ શકે

બિલ્ડીંગમાં પાર્કિંગ ન હોય તો બિલ્ડર સામે ફરિયાદ થઇ શકે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:50 AM

વેરાવળમાં ટ્રાફિક સમસ્યામાં પાલિકા તંત્ર પણ જવાબદાર

  • બિલ્ડીંગમાં પાર્કિંગ ન હોય તો બિલ્ડર સામે ફરિયાદ થઇ શકે
    જો કોઇ વાહન ચાલકે બિલ્ડીંગની મુલાકાત લેતી વખતે ત્યાં પાર્કિંગની પૂરતી જગ્યા ન હોવાને લીધે રોડ પર વાહન રાખવું પડ્યું હોય અને તેના વાહનનો પોલીસ મેમો ફાડે તો વાહન માલિક બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે.

    વેરાવળ પાલિકાએ પાર્કિંગની જગ્યા છોડવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિનાજ બિલ્ડીંગોને મંજૂરી આપી હોય એવું ચિત્ર ઉપસ્યું છે. હકીકત એ છે કે, બિલ્ડરે મંજૂરી લેતી વખતે નકશામાં તો પાર્કિંગની જગ્યા દેખાડીજ હોય છે. પણ પછી અમુક બિલ્ડરો બાંધકામ કરતી વખતે એ જગ્યા છોડતા નથી. અને રોકડી કરી લે છે. આથી આવા બિલ્ડીંગમાં પાર્કિંગ ફૂલ થઇ ગયું હોય અને તેની મુલાકાતે આવનારને વાહન રોડ પર રાખવું પડ્યું હોય અને એ વાહન સામે દંડનીય કાર્યવાહી થાય તો એવા સંજોગોમાં વાહન માલિક બિલ્ડર સામે છેતરપિંડી કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી શકે. આ માટે તેણે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરવાની રહે.

    તા.8નાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

    નકશો, સ્થળ રોજકામનાં આધારે કાર્યવાહી થાય

    આ ફરિયાદમાં નકશો અને સ્થળ પરનું રોજકામજ ગુનો નોંધવા માટે પૂરતા છે. અગાઉ જૂનાગઢમાં કમિશ્નર આર. કે. પાઠક હતા એ વખતે મેં તેમને આ સુચન કર્યું પણ હતું.- કે. બી. સંઘવી, સિનીયર ધારાશાસ્ત્રી

    શું કહે છે પોલીસ ?

    બિલ્ડીંગ પાસે ગાડી પાર્ક કરી હોય અને પોલીસ વાહન ચાલકોને દંડ કરે તો તે વાહન ચાલક બિલ્ડીંગની વિગત મેળવીને નગરપાલિકાને અરજી કરી શકે.- ડીવાયએસપી પરમાર, વેરાવળ

    હજી સુધી કોઇ અરજી આવી નથી

    કોઇપણ વ્યક્તિને જો બિલ્ડીંગમાં પાર્કિંગ ન હોવાથી દંડ થયો હોય તો તે વ્યક્તિ નગરપાલિકાને અરજી કરી શકે છે. આ તો લોકશાહી છે. પણ આજ સુધીમાં આવી કોઇ અરજી આવી નથી.- જતીન મહેતા, ચીફ ઓફિસર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending