• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • યુવક-યુવતીઓ માટે નર્મદા શ્રમ સેવા શિબિરમાં જોડાવાની તક

યુવક-યુવતીઓ માટે નર્મદા શ્રમ સેવા શિબિરમાં જોડાવાની તક

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત નર્મદા શ્રમ અને સેવા શિબિર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
યુવક-યુવતીઓ માટે નર્મદા શ્રમ સેવા શિબિરમાં જોડાવાની તક
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત નર્મદા શ્રમ અને સેવા શિબિર નાણાકીય વર્ષ 2018-19માં કેવડીયા કોલોની જી. નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. જેમા ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓને જોડાવાની તક છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનામાં વિકાસ કાર્યમાં રાજયના યુવાનો પોતાની શક્તિઓનો સદ ઉપયોગ કરે અને તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ સેવા શિબિરનું આયોજન કરવાનું વિચારેલ છે, આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે, તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી ચર્ચા, સભા પ્રવચન દ્વારા યુવાનોને નર્મદાશ્રમ શિબિરમા છતીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવનાર છે.જે યુવક યુવતીઓ જેઓ 31 જુલાઇ 2018નાં 15 થી 35 વર્ષની વય ધરાવતા હોયતેવા ગીર-સોમનાથ જિલ્લાના ભાગ લેવા માંગતા હોય તેવા યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પૂરું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ, એનસીસી, એનએસએસ વગેરે જેવી પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, પર્યાવરણ વિષેની સૂઝ, વાલીનું સંમતિ પત્ર, ડોકટરી પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટા વાળી અરજી 23 ઓગષ્ટ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, રૂમ નં-217 બીજા માળે, રાજપીપળા, જી. નર્મદાને મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા જણાવાયું છે.

X
યુવક-યુવતીઓ માટે નર્મદા શ્રમ સેવા શિબિરમાં જોડાવાની તક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App