ગાય આધારિત ખેતી કઇ રીતે કરાય?, માધુપુરમાં શિબિર

આજની ખેતી પધ્ધતિમાં વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી ઉત્પન્ન થયેલ સમસ્યાઓ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
ગાય આધારિત ખેતી કઇ રીતે કરાય?, માધુપુરમાં શિબિર
આજની ખેતી પધ્ધતિમાં વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી ઉત્પન્ન થયેલ સમસ્યાઓ જેવી કે ઓછું ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા ઘટાડો, પર્યાવરણની ક્ષતી તેમજ સૌથી ચિંતાજનક ઝેરી રસાયણોની આડઅસરરૂપ માનવજાતના સ્વાસ્થ્ય સામે ખતરો અને વિવિધ બિમારીઓનો ભય વગેરે સમસ્યાઓને નિવારવાના પ્રયાસરૂપે ગીર-સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાનાં માધુપુર ગામે આગામી 22 અને 23 ઓગષ્ટના રોજ બેંગ્લોર સ્થિત શ્રી શ્રી ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીઝ એન્ડ ટેકનોલોજી ટ્રસ્ટના નિષ્ણાત પ્રશિક્ષક સેજલબેન સ્વામીના સાનિધ્યમાં ખેડુતોની આશાના એક નવા કિરણ સમાન ખર્ચ વગરની ટકાઉ, સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મેળવી શકાય. તે હેતુથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં ગાયનાં છાણ અને મુત્રના ઉપયોગથી પ્રાકૃતિક રીતે બનાવેલ ખાતરો અને જંતુનાશક દવાઓના ઊપયોગથી ખેતી કેમ તેને પ્રાયોગિક રીતે કેમ બનાવાય અને કેમ અને કયારે વપરાય તેની તાલીમ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા અંગેની ચર્ચાઓ શામિલ છે.

X
ગાય આધારિત ખેતી કઇ રીતે કરાય?, માધુપુરમાં શિબિર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App