તાલાલાનાં ઉમરેઠી ગામમાંથી વેરાવળની ખાનગી કંપની દ્વારા પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. ગામનાં પાદરમાંથી પાણીની લાઇન નિકળે છે. તેમજ ગામ તળમાં જુદા-જુદા બાંધકામ કરવામાં આવ્યાં છે. આ બાંધકામ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ કલેકટરને રજુઆત કરી કહ્યું હતું કે, ગૌચરની જમીનમાં ખાનગી કંપની દ્વારા પેશકદમી કરવામાં આવી છે. અગાઉ પણ આ અંગેની રજુઆત કરવામાં આવી હતી,પરંતુ કોઇ જ ઉકેલ આવ્યો નથી. ખાનગી કંપની સાથે ગ્રામજનોને ઘર્ષણ થઇ રહ્યું છે. વહેલી તકે ઉકેલ નહી આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ ગામની સીમમાંથી કંપનની લાઇન નિકળે છે. લાઇન રીપેર કરવા માટે ઠેર-ઠેર ખાડા ખોદી નાખવામાં આવ્યાં છે. પરિણામે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો