તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ચોરવાડમાં ગણેશ ઉત્સવની સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

ચોરવાડમાં ગણેશ ઉત્સવની સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠનાંયુવા સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં વતન ચોરવાડમાં ફ્રેન્ડસ ગૃપ દ્વારા ગણેશોત્સવ ચાલી રહેલ જેમાં વિશેષ મહાઆરતી, છપ્પન ભોગ તથા રાત્રીનાં ભવ્ય લોકડાયરા સહીતનાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અને તા.15નાં વિસર્જન યાત્રા નીકળશે.

ચોરવાડ નગર પાલિકાનાં પુર્વ પ્રમુખ હીરાભાઇ ચુડાસમા, કૃપાસાગર ગૃપનાં નારણભાઇ ચુડાસમા તથા સોરઠનાં યુવા સાંસદ રાજેશ ચુડાસમાનાં માદરે વતન ચોરવાડ ખાતે ફ્રેન્ડસ ગૃપ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાન સત્યનારાયણની કથા અને છપ્પન ભોગ અને રાત્રીનાં વિશેષ મહાઆરતી તથા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. ગણેશોત્સવમાં તા.15નાં બપોરે વિસર્જન યાત્રા નીકળશે. દરેક ધાર્મિક કાર્યક્રમનો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ફ્રેન્ડસ ગૃપનાં હરીશ ચુડાસમા, અશોક ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...