પોલીસે બે દિ\'માં દારૂનાં 89 દરોડા પાડી 23ની અટક કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાલઠ્ઠાકાંડ બાદ મુખ્યમંત્રીના આદેશનાં પગલે સમગ્ર રાજયમાં પોલીસ તંત્રએ દેશી - વિદેશી દારૂના હાટડાઓ અને જુગારની કલબો બંધ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરેલ છે.

જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં બે દિવસ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા દેશી- વિદેશી દારૂના 89 જેટલા કેસો કરી રૂા.22,315નો દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે 23 બુટલેગરોને પકડી પાડેલ છે. તેમજ જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી 24 જુગારીઓને રૂા.31 હજારની રોકડ સાથે ઝડપી લીધેલ છે.

24 જુગારીઓ પાસેથી 31 હજારની રોકડ કબ્જે

અન્ય સમાચારો પણ છે...