તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળનાં ભાલપરામાં શાળાએ જવાના રસ્તે થયેલા દબાણ દુર કરવા આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળનાં ભાલપરામાં શાળાએ જવાના રસ્તે થયેલા દબાણ દુર કરવા આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળનાંભાલપરાની પ્રાથમિક સીમ શાળા નં1માં જવાના જાહેર રસ્તા પર અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે છેલ્લા નવ વર્ષથી દબાણ દુર કરી લીધેલ હોવા અંગે શાળાનાં વિધાર્થીઓનાં વાલીઓ તથા સરપંચ દ્વારા છેલ્લા નવ વર્ષથી જાહેર રસ્તાનું દબાણ દુર કરાવવા અવાર-નવાર રજુઆતો કરેલ હોવા છતા આજદીન સુધી તંત્રએ દબાણ દુર કરાવી શકયું નથી જેનાં કારણે આજે સરપંચનાં નેજા હેઠળ મોટીસંખ્યામાં વાલીઓ, ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દસ દિવસમાં પ્રશ્ન ઉકેલવામાં માંગણી કરેલ છે અન્યથા જલદ આંદોલનનાં કાર્યક્રમો આપવાની સાથે ચિમકી ઉચ્ચારેલ હતી.

ભાલપરા ગામે આવેલ પ્રાથમિક સીમ શાળાનં 1માં અંદાજે 350 જેટલા નાના ભુલકાઓ અભ્યાસ કરી રહયા છે. શાળાએ પહોંચવાના જાહેર રસ્તા પર છેલ્લા નવ વર્ષથી અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરેલ હોવાથી રસ્તો બંધ થઇ ગયેલ છે. ત્યારથી શાળાએ જવા માટે નાના ભુલકા વિધાર્થીઓએ ફરજીયાતપણે પથ્થરાઓની પાળી ઠેકીને અનય ખેતરોનાં કેડીવાળા ઉબડ-ખાબડ ગંદકીથી ખદબદતા કાચા માર્ગો પરથી ચાલીને જવું પડી રહેલ છે. બાબતે વાલીઓ અને ગ્રામ પંચાયત દ્વારા અનેક વખતો જિલ્લા વહિવટી સાથે જવાબદાર તંત્રને રજુઆત કરેલ હોવા છતા પ્રશ્નનું નિરાકરણ આજદિન સુધી તંત્ર લાવી શકયું નથી. ત્યારબાદ આજરોજ ભાલપરાનાં સરપંચ વિક્રમભાઇ પટાટ, ઉપસરપંચ લલીત ફોફંડીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વાલીઅો-ગ્રામજનોએ કલેકટરને ઉપરોકત વિગતો સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું.

શાળાએ જવા પણ ભુલકાઓને દિવાલ ટપવી પડે છે. તસવીર- રવિ ખખ્ખર

અગાઉ શિક્ષણનો બહિષ્કાર કર્યો’તો

શાળાએજવાના રસ્તે દબાણનાં પગલે અગાઉ પણ વાલીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવતા મામલતદાર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો ઉપરાંત નારણભાઇ નામનાં વાલીએ લોકસેતુમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

દિવાલો ટપી શાળાએ જવંુ પડે છે

9 વર્ષ થવા છતાં દબાણ હટતા સરપંચ-વાલીઓની કલેકટરને રજુઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો