તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • સોમનાથનાં દરીયાકાંઠે સુનામીની આગાહી, વહિવટી તંત્ર દોડતંુ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથનાં દરીયાકાંઠે સુનામીની આગાહી, વહિવટી તંત્ર દોડતંુ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજય સ્ટેટ કંટ્રોલમાંથી આજે બપોરનાં સમયે સુનામીની આગાહી અંગેની જાણ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને કરાતા તંત્ર દ્વારા દરીયા કીનારે આવેલા ગ્રામ્ય વિસ્તારનાં અધિકારીઓને એલર્ટ રહેવા સુચના આપેલ તેમજ ગ્રામ પંચાયતોને પણ સુચના આપેલ જયારે સાંજે 6 વાગ્યે તંત્ર દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કરેલ હતુ.

અંગે એ.ડી.સી પરીમલ પંડયાએ જણાવેલ કે સુનામી અંગેની આગાહી કંટ્રોલ રૂમ દ્વારા મળતા તાત્કાલીક અંગે જીલ્લાનાં દરેક અધિકારીઓને જાણ કરી એલર્ટ રહેવા સુચના આપવામાં આવેલ સાથે જીલ્લામાં સાવચેતીના પગલા લેવા જણાવવામાં આવેલ તેમજ દરીયા કીનારાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પંચાયતોના સરપંચો, તલાટી મંત્રીઓ અને અધિકારીઓને જાણ કરી જરૂરી સાધનો, તરવૈયા, અને ફુડ પેકેટ સહીતની જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવા જણાવેલ હતુ.

અત્રે નોંધનીય છે કે, સુનામી આવવાની આગાહી વાળો તંત્રનો પત્ર મળતા તાલુકા સહિતનાં કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને આગાહી અંગેની એકબીજાને ટેલિફોનીક જાણ કરી વાત વોટઅપ પર પણ ફરતી થતા થોડીવાર માટે માહોલ ભારે બંધાઈ ગયો હતો.

ગુરૂવારે સાંજે મોકડ્રીલ હોવાનુ તંત્રએ જણાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો