• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ

વેરાવળ શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-પ્રભાસ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે અને જ્યાં ત્યાં ઉભા રહી જતા હોય ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ છે. વેરાવળમાં શહેરના મુખ્ય માર્ગો જેવાકે એસટી સ્ટેન્ડ, ટાવરચોક, સટ્ટા બજાર, રાજ મહેલ જેવા માર્ગો પર રેઢીયાળ પશુઓનાં કારણે ટ્રાફિક જામ થઇ જાય છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ અંગે પાલિકાને અનેક વખત રજુઆત કરાઇ છે. છતાં કોઇ કામગીરી ન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

શહેરનાં જાહેર માર્ગ અને બજારોમાં પશુઓનાં અડીંગા.તસવીર-રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...