તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval વેરાવળ શહેરમાં બિસ્માર રસ્તાથી દિવસભર ઉડતી ધૂળની ડમરીઓ

વેરાવળ શહેરમાં બિસ્માર રસ્તાથી દિવસભર ઉડતી ધૂળની ડમરીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ ન કરાતા દિવસભર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વેરાવળ શહેરમાં ચોમાસાની સીઝનનાં પ્રારંભે વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હતાં અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે પાલિકા તંત્રએ રીપેરને બદલે માત્ર માટી ભરીને જ સંતોષ માની લીધો હતો. જેથી વાહન પસાર થતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જે દુકાનોમાં ઘુસી જતી હોવાથી વેપારીઓ હેરાન-પરેશાન થઇ રહ્યાં છે. વહેલીતકે આ પ્રશ્નનો હલ કરવા માંગ કરી રહ્યાં છે.

ડસ્ટ મશીન મંગાવીશું : ચીફ ઓફિસર
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જરૂરી સુચનાઓ આપી દેવાઇ છે અને ડસ્ટ મશીન મંગાવી ધૂળને દૂર કરવાનાં પ્રયાસો કરાશે. તસવીર-ચેતન અપારનાથી

અન્ય સમાચારો પણ છે...