તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાફનાં અભાવે એસટી તંત્ર દ્વારા કરાયો નિર્ણય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોસ્ટનાં થેલા લઇ જતી કોડીનાર- દીવ રૂટની બસ બંધ કરાતાં રોષ

કોડીનારએસ.ટી.સ ડેપોનાં મેનેજમેન્ટની ઢીલીનિતીનાં કારણે શુક્રવારે પણ ડોળાસા-અડવી, વેળવા, ફાફણી, માલગામ, પાંચ પીપળવા વગેરે ગામોની જનતાને ટપાલ મળી શકી નથી. કારણ કે જે બસમાં થેલો આવે છે તે કોડીનાર-દીવ લોકલ રૂટ સ્ટાફનાં અભાવે વધુ એકવાર રદ કરવામાં આવી છે.

કોડીનાર તાલુકાનાં માલગામથી માંડી ડોળાસા સુધીનાં ગામડાઓનો ટપાલનો થેલો કોડીનાર ડેપોની લોકલ રૂટ કોડીનાર-દીવમાં મોકલવામાં આવે છે. સીસ્ટમ છેલ્લા 45 વર્ષથી ચાલુ છે પણ છેલ્લા કેટલાક સમયથી કોડીનાર ડેપોમાં ડ્રાઇવર, કન્ડકટરની ઘટના કારણે કોડીનાર-દીવ અને વેરાવળ-તુલશી શ્યામ રૂટને બંધ કરવામાં આવે છે. તે પૈકી કોડીનાર-દીવ રૂટમાં ટપાલ થેલાની આપલે થાય છે. જે રૂટ બંધ થાય તો અન્ય બસમાં થેલો મોકલી શકાતો નથી.

હાલ ગુજરાત સરકાર દ્વારા જુદી-જુદી નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને રોજ પોસ્ટ દ્વારા ઇન્ટરવ્યુ કોલ મળે છે પણ બસ રૂટ બંધ થાય તો ટપાલમાં પણ રજા હોય છે. અામ કોડીનાર ડેપો દ્વારા નોકરીવાચ્છુઓનાં ભાવી સાથે ચેડા શરૂ કર્યા છે જે ગંભીર બાબત છે રૂટ બંધ થાય તે જોવા યોગ્ય થાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો