તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં વધુ બે કોપી કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર-સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં વધુ બે કોપી કેસ નોંધાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લામાં બોર્ડની પરીક્ષામાં શુક્રવારે વધુ બે કોપી કેસ નોંધાયા હતાં. કોડીનારની શાહ એમ.એમ. હાઇસ્કુલમાં ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિષયની પરીક્ષામાં એક કોપી કેસ તેમજ આજ શાળાનાં ધો.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષામાં એક કોપી કેસ એમ બે કોપી કેસ નોંધાયા હતાં. ધો.10ની પરીક્ષામાં 23,596 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં અને 340 ગેરહાજર હતાં. જયારે ધો.12 સાયન્સમાં 2051 છાત્રોએ પરીક્ષા આપી હતી. જયારે 89 ગેરહાજર રહયાં હતાં. જયારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6966 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં. 145 ગેરહાજર રહયાં હતાં.

☺સુત્રાપાડામાં છાત્રાને પેટમાં દુ:ખાવો ઉપડયો

સુત્રાપાડામાંધો.10ની પરીક્ષામાં એક વિદ્યાર્થીનીને અચાનક પેટમાં અસહય દુ:ખાવો ઉપડતાં 108ને બોલાવીને સારવાર આપવામાં આવી હતી. જ્ઞાનજયોત વિદ્યાલયમાં ધો.10ની પરીક્ષા આપતી વેળાએ વિધાર્થીની વાળા પાયલબેન ગિગાભાઈને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા અહિંયા હાજર ડોડીયાભાઇએ તાત્કાલીક 108ને ફોન કરી બોલાવી લીધેલ અને વિદ્યાર્થીનીને ચાલુ પરીક્ષાએ સારવાર આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો