તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval સિંહની સુરક્ષા અને વન વિભાગની સદબુદ્ધિ માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાયે ધાર્મિક શાસ્ત્રોકત

સિંહની સુરક્ષા અને વન વિભાગની સદબુદ્ધિ માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાયે ધાર્મિક શાસ્ત્રોકત વિધી સાથે સાસણમાં પ્રાર્થના કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક માસ દરમિયાન ગીર પૂર્વ વિસ્તારમાં 23 સિંહોના મૃત્યુ થયા છે. તેને શ્રદ્ધાંજલી આપવા માટે તેમજ બચી ગયેલા સિંહોની સુરક્ષા માટે, તેમજ વન વિભાગને સદબુદ્ધિ સાથે શક્તિ આપે તેવા ઉદેશથી ગુરૂવારે સાસણ ખાતે હિન્દુ મુસ્લિમ શાસ્ત્રોક્ત વિધિ સાથેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થાનીક ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લી ઘડીએ મનાઇ કરવામાં આવતા પ્રકૃતિ પ્રેમી લોકોમા ભારે રોષની લાગણી ફેલાઇ હતી. એક તબક્કે ફોરેસ્ટ વિભાગ અને પ્રકૃતિ પ્રેમ લોકો સામ સામે આવી ગયા હતાં. બાદમાં ધોમ ધખતા તાપમાં પ્રકૃતિપ્રમીઓએ પ્રાર્થના, દુઆ, શ્રદ્ધાંજલી સહિતનાં કાર્યક્રમો યોજ્યા હતાં. આ તકે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...